Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

સરકારની સખ્તીની અસર: પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ HDFCમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો

જૂન ત્રિમાસિકમાં PBOCની HDFCમાં ભાગીદારી ઘટીને 1 ટકા કરતાં પણ ઓછી થઈ ગઈ

નવી દિલ્હી: ગલવાન ઘાટીમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા બાદ ચીન અને ચાઈનીઝ પ્રોડક્ટ્સનો વિરોધ ચરમ પર છે. આ ઉપરાંત મોદી સરકારના ચીન પ્રત્યે સખ્ત વલણની અસર હવે ત્યાંની કંપનીઓ પર પણ જોવા મળી રહી છે. ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઈના (PBOC)એ ભારતમાં ખાનગી સેક્ટરની HDFC બેંકમાં પોતાની હિસ્સેદારી વેચી દીધી છે.

આ અંગે હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (HDFC) બેંક તરફથી શેર બજારને આપવામાં આવેલી સૂચનામાં જાણકારી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર તરફથી એપ્રિલ બાદ દાખલવવામાં આવેલા સખ્ત વલણને જોતા ચીનની સેન્ટ્રલ બેંકે HDFCમાં પોતાની હિસ્સેદારી વેચવાનું પગલુ ભર્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન ત્રિમાસિકમાં PBOCની HDFCમાં ભાગીદારી ઘટીને 1 ટકા કરતાં પણ ઓછી થઈ ગઈ છે. માર્ચ ત્રિમાસિકના અંતમાં PBOCની પાસે HDFCના 17.5 મિલિયન શેર હતા. જે બેંકની 1.01 ટકા ભાગીદારી બરાબર હતા. જો કે HDFC તરફથી આપવામાં આવેલી જાણકારીમાં આ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે, HDFCમાં PBOCના કોઈ શેર બચ્યા છે કે કેમ? તાજેતરમાં જ એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું કે, PBOC શેર વેચી શકે છે.

(12:00 am IST)