Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ઈજનેરે બ્રિટનની સ્પર્ધામાં લેમ્બોર્ગિની ઉરૂસ કાર જીતી

લોકડાઉનમાં ઘર બેઠા ભારતીયનું નસીબ ઊઘડી ગયું : સ્પર્ધા ઓન લાઈન અને એરપોર્ટ પર જઈને રમી શકાતી હતી, કાર કિંમત ૧૮ કરોડ : ૨૦,૦૦૦ યુરો રોકડા મળ્યા

નવી દિલ્હી, તા. ૧૧ : વિશ્વના ઘણા લોકો સુપરકાર ખરીદવાનું સ્વપ્ન ધરાવે છે પરંતુ ક્યારેય ખરીદી શકતા નથી. ઘણી વખત સુપરકાર નસીબથી જીતી જનારા પણ છે, તાજેતરમાં યુકેમાં રહેતા એક બેરોજગાર ભારતીય યુવકે કાર સ્પર્ધામાં કરોડોની કિંમતની લેમ્બોર્ગિની ઉરુસ જીતી લીધી છે. આવી નવી બ્રાન્ડની સુપરકાર સાથે તેણે લાખો રૂપિયાની રોકડ રકમ પણ જીતી લીધી છે. અત્રે ઉલ્લેખનીય  કે ૩૨ વર્ષના સાઉન્ડ એન્જિનિયર શિભુ, કે જેના ભાઈ-ભાભી પહેલાથી બ્રિટનમાં સ્થળાંતર કરી ચૂક્યા છે, તે ત્યાં તેની ગર્લફ્રેન્ડ લિનેટ જોસેફ સાથે લગ્ન કરવા ગયો હતો.

           જો કે ત્યાં પણ, કોવિડ -૧૯ રોગચાળા અને લોકડાઉનને કારણે શિભુને કામ મળતું હતું અને તે થોડા સમય માટે બેકાર હતો. નોકરી મેળવવા માટે તે ઘણી કંપનીઓમાં સતત અરજી કરતો હતો પરંતુ તે જાણતો હતો કે જુલાઈએ તેનું જીવન બદલાઇ જવાનું છે. જુલાઇએ, તેને ખબર પડી કે તેણે BOTB ડ્રીમ કાર સ્પર્ધા જીતી લીધી છે અને એક નવી નક્કોર લેમ્બોર્ગિની ઉરુસ તેની રાહ જોઈ રહી છે. યુકેમાં લેમ્બોર્ગિની ઉરુસની કિંમત ,૯૫,૦૦૦ પાઉન્ડ છે જે લગભગ ૧૮ કરોડ થાય છે. જોકે, કાર ભારતમાં આયાત કર વગેરેને કારણે વધું મોંઘી છે. શિભુને તેની નવી કાર જાળવવા માટે ૨૦,૦૦૦ યુરો રોકડા મળ્યા છે જે ભારતીય રૂપિયામાં લગભગ ૨૦ લાખ છે. હાલમાં ભારતીય દંપતી ટોયોટા યારિસ ધરાવે છે.

           તેણે કહ્યું કે આજે સવારે હું કામ મેળવવા માટે -મેલ મોકલી રહ્યો હતો અને હવે મને જીત વિશે ખબર પડી છે. આજ સુધી મેં કોઈ લેમ્બોર્ગિનીને પણ સ્પર્શ કર્યો નથી, તેમાં બેસવું દૂરની વાત છે. તેણે વધુમાં કહ્યું કે તે પૈસા સાથે શું કરવા જઈ રહ્યો છે તે અંગે કંઈ જાણતો નથી. તેની પત્નીએ જણાવ્યું કે તે રાત્રીની પાળી કર્યા પછી ઘરે આવી હતી અને જ્યારે સમાચાર આવ્યા ત્યારે સૂઈ રહી હતી. બેસ્ટ ઓફ બેસ્ટ (BOTB) યુકેની ડ્રીમ કાર અને જીવનશૈલી સ્પર્ધા છે. તે ૧૯૯૯ માં શરૂ કરવામાં આવી હતી અને લોકો તેમાં ઓનલાઇન અને એરપોર્ટ પર ભાગ લઈ શકાય છે. પ્રકારની સ્પર્ધા અનેક ભારતીય યુએઈમાં કાર જીતી ચૂક્યા છે. લેમ્બોર્ગિની ઉરુસની વાત કરીએ તો, તે કંપનીની પ્રથમ આધુનિક એસયુવી છે અને તે બ્રાન્ડનું સૌથી વધુ વેચાણ કરતું મોડેલ બની ગયું છે. એસયુવી ભારતમાં પણ ખૂબ પ્રખ્યાત છે અને ઘણી સેલિબ્રિટીની પસંદની કાર છે.

(12:00 am IST)