Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

બિહારમાં જેડી(યુ) નેતાએ પોલીસ સ્ટેશનના ટોયલેટમાં કરી આત્મહત્યાઃ ર પોલીસ કર્મચારીની ધરપકડ

     નાલંદા( બિહાર ) માં સગીર છોકરીના અપહરણ મામલામાં અટકાયતમા લેવાયેલ જેડીયુના મહાદલિત નેતા ગણેશ રવિદાસએ ગુરુવારના પોલીસ મથકના ટોયલેટમાં ફાંસી લગાવીને આત્મ હત્યા કરી લીધી.

     પરિવારજનોનો આરોપ છે કે પોલીસ કર્મીઓએ ગણેશને માર્યો હતો જે પછી આ કદમ ઉઠાવ્યુ હતુ. મામલામાં પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત બે પોલીસ કર્મચારીની ધરપકડ કરવામા આવી છે.

(12:08 am IST)