Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રામવિલાસ પાસવાનના ભાઇ અને લોજપા સાંસદ રામચંદ્રને આવ્યો હાર્ટ એટેકઃ હાલત ગંભીર

     કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના ભાઇ અને લોજપા સાંસદ રામચંદ્ર પાસવાનને ગુરુવારના હાર્ટ એટેક આવ્યો અને તે દિલ્લીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ છે.

     બિહારના સમસ્તીપુરથી સાંસદ રામચંદ્રની ગંભીર સ્થિતિને જોતા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.  રામવિલાસ અને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધન પણ એમને મળવા હોસ્પિટલ પહોંચ્યા છે.

(12:07 am IST)
  • હવે કર્ણાટક ભાજપમાં પણ કકળાટ : કર્ણાટકમાં રાજકીય સંકટના પગલે કોંગ્રેસમાં કકળાટ સર્જાયાના પગલે હવે ભાજપમાં પણ ધમાસાણ મચ્યું છે. જેડીએસ બળવાખોરને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો સર્જાયો છે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદબહાર આવી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યાનું પણ કહેવાય છે. access_time 1:14 pm IST

  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST