Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

હવે જળમાર્ગે ભૂતાન- બાંગ્લાદેશ વચ્ચે માલનું પરિવહન : મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જહાજને આપી લીલીઝંડી

ભુતાનથી એક હજાર ટન પથ્થર અસમના ધુબરી ઘાટથી બાંગ્લાદેશના નારાયણગંજ બંદરે પહોંચડાશે

નવી દિલ્હી : હવે જળમાર્ગે ભૂટાન અને બાંગ્લાદેશ વચ્ચે માલનું પરિવહન થશે કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ  ભુતાનથી બાંગ્લાદેશ માટે એક માલવાહક જહાજને લીલી ઝંડી આપી હતી. તેમ એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપી હતી બ્રહ્મપુત્ર નદી જળ માર્ગ (રાષ્ટ્રીય જળમાર્ગ -2) દ્વારા આ સેવા આવન જાવન માર્ગનાં વિષયમાં ભારત - બાંગ્લાદેશ સમજુતી મુજબ  ચાલુ કરવામાં આવ્યો છે. 

 

   ભારતના શિપિંગ મંત્રાલયની જાહેરાત મુજબ આ અગાઉ જહાજમાં ભુટાનનો માલ નદી માર્ગથી બાંગ્લાદેશ પહોંચશે. આ પ્રકારની આવી પ્રથમ સેવા છે જેમાં એક ભારતીય જળમાર્ગનો ઉપયોગ કરીને પહાડી દેશ ભુતાન અને બાંગ્લાદેશ વચ્ચે માલનું પરિવહન કરવામાં આવશે. પહેલી ખેપમાં ભુટાનથી એક હજાર ટન પથ્થર અસમનાં ઘુબરી ઘાટથી બાંગ્લાદેશનાં નારાયણગંજ બંદર પર પહોંચાડવામાં આવશે.

(11:19 pm IST)