Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

આસામમાં 20 જિલ્લાના 1556 ગામડાઓમાં પૂરપ્રકોપ ચાર લાખ લોકોને અસર બ્રહ્મપુત્રા નદીની વધતી સપાટી

ભુતાનથી છોડાતા પાણીને કારણે ચંપાવતી નદી ભયજનક :અનેક ગામો જળબંબોળ

 

આસામમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. રાજ્યમાં ભારે પૂરને કારણે ત્રણ લોકોના મોત થયા છે. આસામના 20 જિલ્લાના એક હજાર 556 ગામડા પૂરથી પ્રભાવિત થયા છે. વરસાદ અને પૂરના કારણે ચાર લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે  વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદીમાં સતત જળસ્તર વધી રહ્યુ છે.

   પૂરના કારણે ૬૪ જેટલી સડક, એક ડઝનથી વધારે પુલ પાણીમાં ગરકાવ થયા છે. ઉત્તર આસામના ગોલાઘાટ, લખીમપુર, ઘેમાજી જિલ્લામાં બે લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. પાડોશી દેશ ભૂતાનમાંથી પાણી છોડવાના કારણે આસામના ચિરાંગ જિલ્લાની ચંપાવતી નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અને અનેક ગામોને જળમગ્ન કરી દીધા છે.

(10:25 pm IST)