Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રશિયાના એસ -400 મિસાઈલ્સનો પ્રથમ જથ્થો તુર્કી પહોંચ્યો

એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ્સના સાધનો અંકારાથી માર્ટ્ડ એરબેઝ સુધી પહોચાડાયા

 

તુર્કીના મિનિસ્ટ્રી ઑફ ડિફેન્સે જણાવ્યુ હતુ કે રશિયાના એસ -400 મિસાઈલ્સનો પ્રથમ જથ્થો તુર્કી પહોંચ્યો છે. એક નિવેદનમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ્સના સાધનોનો પહેલો જૂથ રાજધાની અંકારાથી માર્ટ્ડ એરબેઝ સુધી પહોચાડવામાં આવ્યો હતો.

    તે સમયે તુર્કીના ડિરેક્ટોરેટ ઓફ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું કે મિસાઈલ સિસ્ટમ સાથે જોડાયેલા ભાગોની ડિલિવરી આગામી દિવસોમાં ચાલુ રહેશે. એકવાર સિસ્ટમ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય, તે સંબંધિત અધિકારીઓ દ્વારા સૂચિત રીતે ઉપયોગમાં લેવામાં આવશે.એસ -400 મિસાઇલોનું તુર્કીમાં પહોંચવાથી તેના અને યુ.એસ. વચ્ચે નવી ડેડલોક થઈ શકે છે.

    યુ.એસે તુર્કીને એસ -400 મિસાઇલ સોદો રદ કરવા કહ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સે ચેતવણી આપી હતી કે જો તે આમ કરશે, તો તેને આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. યુ.એસ.થી પણ એવું કહેવામાં આવ્યું હતું કે નાટો દેશ તુર્કીને હાઇટેક એફ -35 ફાઇટર જેટના નિર્માણ કાર્યક્રમમાં શામેલ કરવામાં આવશે નહીં.

 

(9:57 pm IST)