Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ઈન્ટરનેટ કંપની ગુગલે ઈઝરાયેલી-અમેરિકન ક્લાઉડ સ્ટોરેજ કંપની ઈલાસ્ટીફાઈલને ખરીદી

અમેરિકન ઈન્ટરનેટ કંપની ગુગલે ગુગલ ક્લાઉડના માધ્યમથી ક્લાઉડ માટે સ્કેલેબલ એન્ટરાપ્રાઈઝિઝ સ્ટોરેજ પ્રોવાઈડર ઈજરાયેલી-અમેરિકન કંપની ઈલાસ્ટીફાઈલને ખરીદી લીધી છે. બંને કંપનીઓએ તેની જાણ કરી હતી.

સમાચાર એજન્સી મુજબ, બંને કંપનીઓએ અધિગ્રહણ રાશિનો ખુલાસો કર્યો નથી. પરંતુ ઈઝરાયેલી મીડિયા મુજબ, આ સોદો 20 કરોડ ડોલરમાં થયો છે. કંપનીએ અત્યાર સુધીમાં ફંડ અને ચાઈનીઝ કંપની હુઆવેઈ અને લેનોવો સાથે સાથે સેમસંગ, સિસ્કો અને ડેલ જેવા રોકાણકારો પાસેથી 7.5 કરોડ ડોલર એકત્ર કર્યા છે.

ઈલાસ્ટીફાઈલે એક ક્લાઉડ સ્ટોરેજ સોલ્યુશન વિકસિત કર્યુ છે. જે સર્વર ફોર્મ્સની કાર્યક્ષમતા વધારે છે. જેનાંથી સ્ટોરેજના હજારો ડેટાબેસ સુધી વધારી શકાય છે. અને ઉપભોક્તા સ્ટોરેજ સિસ્ટમ સપોર્ટ કરનારા એપ્લિકેશન્સને જલ્દીથી બદલી શકે છે.

(9:05 pm IST)