Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

નીતિશ કુમારે ફરી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ ઉઠાવી :કહ્યું અમારી આવક ઓછી

રેવન્યુ અન્ય રાજ્ય કરતા ઓછી હોવાથી જેડીયુ બિહારના વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરે છે

પટના : બિહારના સીએમ નીતિશ કુમારે ફરીવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ ઉઠાવી છે નીતીશકુમારે વિશેષ રાજ્યના દરજ્જાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો  નીતિશ કુમારે એક સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે, બિહારની રેવન્યુ અન્ય રાજ્ય કરતા ઓછી છે. જેથી જેડીયુ વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરે છે રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારે પાસે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહી છે.

   વધુમાં નીતિશ કુમારે જણાંવ્યું કે, બિહારમાં ગરીબી રેખા હેઠળ જીવતા હોય કે તેની ઉપર તમામ લોકો માટે મુખ્યમંત્રી વૃદ્ધ પેન્શન યોજના અને રાષ્ટ્રીય સરેરાશ સુધી પહોંચવા માટે અમે બિહારને સ્પેશ્યલ સ્ટેટ્સનો દરજ્જો આપવાની માગણી કરીએ છીએ

    . જો કે નીતિશ કુમાર બોલ્યા હતાં કે,આર્થિક આધારે રાજ્ય સરકાર પાસે એટલી તાકાત છે. જેથી તે લોકોની સહાયતી કરી રહી છે. તેથી બિહારમાં વૃદ્ધ પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જે માટે દર વર્ષે અઢારસો કરોડ રૂપિયાનું વ્યાજ થશે. વર્તમાનમાં આ યોજના હેઠળ એક લાખ કરતા વધુ લોકોને પેન્શન સહાય કરવામાં આવે છે.

(8:29 pm IST)