Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

પાકિસ્તાન હાલ એરસ્પેશને ખોલવા માટે તૈયાર જ નથી

યુદ્ધ વિમાનો ખસેડી લેવા ભારત સામે શરત મુકી : ભારત જ્યાં સુધી વિમાનોને નહીં ખસેડે ત્યાં સુધી મક્કમ

નવીદિલ્હી, તા. ૧૨ : બાલાકોટ એર સ્ટ્રાઇક બાદથી પાકિસ્તાને પોતાના એર સ્પેશને બંધ રાખ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે, તે ભારતના વાણિજ્ય વિમાનો માટે પોતાના એર સ્પેશને ખોલશે નહીં. જ્યાં સુધી ભારતીય હવાઈ દળ એરબેઝથી યુદ્ધ વિમાનોને ખસેડશે નહીં ત્યાં સુધી એરસ્પેશને ખોલશે નહીં. પાકિસ્તાનના ઉડ્ડયન સચિવ શાહરુખ નુસરતે એક સંસદીય સમિતિને આ અંગેની માહિતી આપી છે. નુસરતે કહ્યું છે કે જ્યાં સુધી ભારત અગ્રિમ દેશથી પોતાના યુદ્ધ વિમાનોને હટાવશે નહીં ત્યાં સુધી પાકિસ્તાન પોતાના હવાઈ ક્ષેત્રને ભારત માટે ખોલશે નહીં. અત્રે નોંધનીય છે કે, પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે જવાબી કાર્યવાહીરુપે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડા પર હવાઈ હુમલા કર્યા હતા.

ભારતીય હવાઈ દળે બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા બાદ પાકિસ્તાને ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પોતાના હવાઈ ક્ષેત્રને સંપૂર્ણપણે બંધ કરી દીધા હતા. નુસરતે ઉડ્ડયન સંદર્ભમાં સેનેટની સ્થાયી સમિતિમાં કેટલીક મહત્વની માહિતી આપી હતી જેમાં કહ્યું હતું કે, ભારત સરકારે સંપર્ક કરીને હવાઈ ક્ષેત્રને ખોલવા માટે અપીલ કરી છે પરંતુ અમે અમારી ચિંતાને રજૂ કરી ચુક્યા છે. જો ભારત અગ્રિમ ફોરવર્ડ બેઝથી યુદ્ધ વિમાનોને ખસેડી લેશે તો હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધને દૂર કરવામાં આવશે. જો કે, ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે, ભારતીય હવાઈ દળના વિમાની મથકો ઉપર હજુ પણ યુદ્ધ વિમાનો તૈનાત છે. જ્યાં સુધી આ વિમાનોને દૂર કરવામાં આવશે નહીં ત્યાં સુધી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી ઉંડાણ ભરવાની ભારતીય વિમાનોને મંજુરી અપાશે નહીં. પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ સાવચેતીના પગલારુપેભારતના તમામ યાત્રી વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રના બદલે લાંબા રુટથી વિદેશ જઈ રહ્યા છે.

(8:39 pm IST)
  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST

  • ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી access_time 9:11 pm IST

  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST