Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

એરટેલ દ્વારા પ્રિપેઇડ ગ્રાહકો માટે ૩ જીબી ડેટા પ્લાન સાથેનો રૂૂ.૧૪૮નો નવો પ્લાન લોન્ચ

નવી દિલ્હી: એરટેલે પોતાના પ્રીપેડ યૂજર્સ માટે 148 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે જેમાં યૂજર્સને 3GB ડેટા મળે છે. દરમિયાન લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગ મફત મળશે. ઉપરાંત દરરોજ 100SMS પણ મળે છે. યૂજર્સ પ્લાનમાં પણ એરટેલ TV app અને મફત Wynk Music નો લાભ ઉઠાવી શકે છે.

145 રૂપિયાનો પ્લાન

એરટેલનો એક પ્લાન 145 રૂપિયાનો પણ છે. પ્લાનમાં યૂજર્સને 145 રૂપિયાનો ફૂલ ટોકટાઇમ મળે છે. કોલ રેટ 30 પૈસા કપાઇ છે અને તેની વેલિડિટી 42 દિવસોની હોય છે. ઉપરાંત 1GB ડેટા પણ મળે છે

129 રૂપિયાનો પ્લાન

એરટેલના 129 રૂપિયાનો પ્લાન પણ વેલિડિટી 28 દિવસની છે. તેમાં યૂજર્સને 2GB ડેટા મળે છે. સાથે 300 SMS પણ મળે છે. 28 દિવસ માટે લોકલ, એસટીડી અને રોમિંગ મફત છે.

(5:01 pm IST)