Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

કલાઇમેટ ચેન્જની અસર હેઠળ આવતા ૧૦ દેશોમાં આવતા દસકમાં વસ્તી વિસ્ફોટ થશે!

યુએન તા. ૧૨: આબોહવા વૈજ્ઞાનિકો લાંબા સમયથી વાતાવરણમાં આવી રહેલા મોટા ફેરફારો વિશે ચેતવણીઓ આપતા રહ્યા છે. અલ્પ વિકસીત ભાગોમાં કલાઇમેટ ચેન્જની વિકસતી અને શ્રીમંત દેશો કરતાં વધુ અસર જોવા મળશે. યુએન દ્વારા તાજેતરમાં વસ્તી વધારા વિશે કરવામાં આવેલી આગાહી બતાવે છે કે   જે દેશોમાં ઝડપી દરે વસ્તી વિસ્ફોટ થવાનો છે તે દેશો કલાઇમેટ ચેન્જની અસર હેઠળ આવતા દેશોમાં અગ્રીમ હરોળમાં રહેલા છે.

જૂન મહિનામાં યુએન દ્વારા જે અહેવાલ પ્રકાશિત થયો છે તેમાં વરતારો આપવામાં આવ્યો છે કે જે દેશો કલાઇમેટ ચેન્જની અંશતઃ અસર હેઠળ પણ આવે છે તેમાં ઉપરોકત અસરો જોવા મળશે. બ્રિટીશ રિસ્ક કન્સ્લ્ટન્ટી વેરિસ્ક મેપલક્રોફટ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે. કલાઇમેટ ચેન્જની શારીરિક અસરો અને જે તે દેશની અર્થ વ્યવસ્થાની સ્થિરતાને પાયામાં રાખી આ સર્વે કરવામાં આવ્યો છે.  ૧૯૩ દેશોની અનુક્રમણીકા બનાવવામાં આવી છે. જે જે દેશોમાં વાતાવરણ પલ્ટાની અસરો પુર્ણતઃ કે અંશતઃ થવાની છે. આ પૈકી સહારન આફ્રિકા રિજીયનના ૧૦ દેશોમાં વસ્તી વધારો ૨૦૫૦માં લગભગ ડબલ થઇ જશે. જે શ્રીમંત દેશો છે તેમાં આ રેશિયો ઓછો રહેશે. અમેરિકામાં ૨૦૫૦ સુધીમાં પાંચના ટકાના દરે વસ્તી વૃધ્ધી દર ઘટશે. ૧૯૩ની યાદીમાં અમેરિકાનો ૧૬૧મો નંબર છે.

(4:04 pm IST)