Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

માનવ તસ્કરી કરનાર ગુજરાતી ભાવિન પટેલને યુએસએમાં એક વર્ષની જેલ

ન્યુયોર્ક, તા.૧૨ : વાયા થાઇલેન્ડ અમેરિકામાં માનવ તસ્કરી કરવાના ષડયંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મુળની એક ભારતીય નાગરિકને એક વર્ષ અને એક દિવસની સજા ફટકારાઇ હતી. અગાઉ કોર્ટમાં પોતાના ગુનાની કબુલાત કરનાર ૩૯ વર્ષના ભાવિન પટેલને નેવાર્કના ફેડરલ જજ જોન વાઝકયુએ આ સજા સંભળાવી હતી.

કોર્ટના દસ્તાવેજો મુજબ, બેંગકોકમાં માનવ તસ્કરી કરનારનો ઢોંગ કરનાર એક એન્ડરકવર એન્ફોર્સમેન્ટ ઓફિસરને પટેલે દરેક વ્યકિત દીઠ લાખો ડોલર આપવાની ઓફર કરી હતી.

પટેલે પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને લોકોને કોમર્શિયલ ફલાઇટ મારફતે અમેરિકામાં દ્યુસાડવાની વ્યવસ્થા કરવા જાસુસને એક ચોક્કસ રકમ આપવા કરાર કર્યો હતો.૨૦૧૩જ્રાક્નત્ન જ ષડયંત્રની શરૂઆત થઇ હતી, પરંતુ પટેલ જયારે ગયા ડિસેમ્બરમાં નેવાર્ક આવ્યો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ત્રણ વખત પટેલ અને તેના સાગ્રીતો ભારતીય નાગરિકોને અમેરિકા દ્યુસાડવા અન્ડર કવર જાસુસ પાસે થાઇલેન્ડ લાવ્યા હતા. ભારતીય નાગરિકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવા પટેલ દ્વારા એક માનવ તસ્કરી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેની જાણ હોમલેન્ડ સીકયોરિટીને થતાં તેણે તપાસ શરૂ કરી હતી જેમાં ભાવિન પટેલ પકડાઇ ગયો હતો અને માનવ તસ્કરીનો ભાંડો ફુટી ગયો હતો.

(3:19 pm IST)