Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

કર્ણાટકના રાજકીયમાં નવો વળાંક

કર્ણાટકના બળવાખોર ધારાસભ્ય વિરૂદ્ધ ૪૦૦ કોંગ્રેસ કાર્યકરો સુપ્રીમમાં પહોંચ્યા

નવી દિલ્હી,તા. ૧રઃ કર્ણાટકના રાજકીય સંકટમાં આજે એક નવો વળાંક જોવા મળ્યો. શુક્રવારે લગભગ ૪૦૦ કોંગ્રેસી કાર્યકરો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને તેમણે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ઘ અરજી દાખલ કરી. અરજીમાં જલદી સુનાવણીની માગણી કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ કોર્ટને કહ્યું કે શ્ન*જ્રાદ્ગચ પણ સાંભળો'. સુપ્રીમ કોર્ટે તેના પર જવાબ આપતા કહ્યું કે શ્નઉંઈંચાૃક્ન બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી થશે અને ત્યાર બાદ તમને પણ સાંભળીશું.લૃ

અત્રે જણાવવાનું કે કર્ણાટકના ૧૦ બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પેનલ આ મામલે સુનાવણી હાથ ધરશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને સાંજે ૬ વાગ્યા સુધીમાં સ્પીકર સામે હાજર થવાનું કહ્યું હતું. આ સાથે જ સ્પીકરને પણ નિર્દેશ આપ્યાં હતાં કે ત્યારબાદ તેઓ રાજીનામા પર નિર્ણય લે અને તેની કોપી કોર્ટને સોંપે. આ ઉપરાંત સુપ્રીમે કર્ણાટકના ડીજીપીને બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવા પણ જણાવ્યું હતું.

આ બાજુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટક વિધાનસભાના સ્પીકરે સુપ્રીમ કોર્ટને પોતાનો આદેશ પાછો ખેંચવાની માગણી કરી હતી. સ્પીકરે કહ્યું કે કોર્ટ આ પ્રકારનો આદેશ આપી શકે નહીં. સ્પીકરની તત્કાળ સુનાવણીની માગણી ગુરુવારે જ સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. જો કે કોર્ટે સ્પીકરને અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી.ઙ્ગ

આ અગાઉ બળવાખોર ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સ્પીકરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યાં હતાં. વિધાનસભાના અધ્યક્ષ કે આર રમેશકુમારે રાજીનામા ફગાવ્યાં હતાં. કારણ તેમણે રાજીનામું નક્કી ફોર્મેટમાં ન હોવાનું કહ્યું હતું. સ્પીકરે આ ધારાસભ્યોને હવે ફરીથી રાજીનામું આપવા જણાવ્યું હતું. રાજીનામું ફગાવવામાં આવતા ગઠબંધન સરકાર ત્યારે તો અલ્પમતમાં આવતા બચી ગઈ અને થોડી રાહત મળી હતી.

(3:18 pm IST)
  • પ૩૯પ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરાયો : અમરનાથ યાત્રામાં ૧.૪૪ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા : પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી ૧૧ દિનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા access_time 3:13 pm IST

  • પીએસીનું અધ્યક્ષપદ સંભાળશે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી : કોંગ્રેસ લોકસભા પક્ષના નેતા અધિર રંજન ચૌધરી પબ્લિક એકાઉન્ટ કમીટીનું અધ્યક્ષપદ સંભાળી શકે છે access_time 1:13 pm IST

  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST