Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ચિંતાજનક સમાચારો, આવતા બે સપ્તાહમાં સરેરાશ થી પણ ઓછો વરસાદ પડશે, ભારતીય હવામાન ખાતાનું આંચકો આપે તેવું પૂર્વાનુમાન જાહેર થયું છે, મધ્ય અને પશ્ચિમ ક્ષેત્રમાં સૌથી ઓછો વરસાદ પડશે, વરસાદની અછતને કારણે ખરીફ પાકના ઉત્પાદન ઉપર પ્રતિકુળ અસર પડવાની પૂરી શક્યતા, મેઘરાજા રૂઠયા હોવાથી લોકોના કપાળે ચિંતાની લકીરો, કપાસનો મોલ સુકાવા લાગ્યો, નબળા વર્ષના અમંગળ એંધાણ, સોળ આની વરસની આશા ઉપર પાણી ફરી વળ્યું, અલ નીનોની અસરથી કેટલાક રાજ્યોમાં દુષ્કાળનાં એંધાણ હોવાના અહેવાલો, : મરાઠા અનામત ઉપર મનાઇ ફરમાવવા નો સુપ્રીમ કોર્ટનો ઇનકાર : તામિલનાડુના nagapattinam ખાતે લોકોના ટોળાએ હુમલો કરી એક શખ્સ ઉપર છરીના ઘા ઝીકયા, આ વ્યક્તિએ ફેસબુક ઉપર ગૌમાસ નું સૂપ પીતો હોય તેવી તસવીરો પોસ્ટ કર્યાનું ટાઇમ્સનાઉનો અહેવાલ : હવે કર્ણાટક ભાજપમાં પણ કકળાટ શરૂ

(12:45 pm IST)