Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

હવે સરકારી મોબાઇલ - કંપ્યૂટર પર નહીં ખોલી શકાય ફેસબુક કે ટ્વિટર : ગૃહ મંત્રાલયે આપ્યા ખાસ આદેશ

કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પોલિસી બહાર પાડી

નવી દિલ્હી : ગૃહ મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પોલિસી બહાર પાડી છે. તેમને ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ તેમના આધિકારિક ડિવાઇસ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે.

  મંજૂરી વગર મોબાઇલ ફોન અને કંપ્યૂટર પર ફેસબુક, ટ્વિટર, ઈંસ્ટ્રાગ્રામ જેવી વેબસાઇટ્સ કે એપ્સ ખોલી નહીં શકાય. સૂત્રોના જણાવ્યા મુજબ અમિતભાઈ  શાહના નેતૃત્વવાળા મંત્રાલય દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે.

મંત્રાલયે તેના પરિપત્રમાં જણાવ્યું છે કે, બધાજ કર્મચારીઓ, જેમાં કરાર આધારિત કર્મચારીઓ, સલાહકાર, પાર્ટનર, થર્ડ પાર્ટી સ્ટાફનો સમાવેશ થાય છે, જેઓ ઈંફોર્મેશન સિસ્ટમ્સ, સુવિધાઓ, કમ્યુનિકેશન્સ નેટવર્ક્સ અને સરકાર તરફથી ચૂચનાઓ જણાવે છે, એક્સેસ, સ્ટોર અને પ્રોસેસ કરે છે, જ્યાં સુધી અધિકૃત ન હોય, સોશિયલ મીડિયા કે સોશિયલ નેટવર્કિંગ પોર્ટલ્સ પર માહિતી શેર ન કરે.

  રિપોર્ટમાં એક આધિકારીક હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, સરકારી પોર્ટલ્સને હેક કરી ગેરકાયદેસર ઢંગે ગુપ્ત માહિતી કાઢવાના પ્રયત્નો રોજ ઓછામાં ઓછા 30 વાર હોય છે.

(12:02 pm IST)