Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

કઠોળનાં ભાવમાં ૧થી૮ ટકાનો વધારો થઇ ગયો

સરકારે લઘુતમ ટેકોનાં ભાવ વધાર્યા બાદ

નવી દિલ્હી, તા.૧૨: સરકારે હાલની ખરીફ સીઝન માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કર્યા બાદ કઠોળના ભાવમાં ૧થી ૮ ટકા સુધી વધારો થયો છે.

ટ્રેડર્સ અને એનાલિસ્ટ્રસ માને છે કે કઠોળના ભાવ હજુ પણ વધશે. અત્યારે મોટા ભાગના કઠોળ એમએસપીથી નીચે વેચાય છે. તેઓ કહે છે કે પાકના એકરેજમાં ઘટાડો થવાથી અને કઠોળની વધતી માંગના કારણે પણ ભાવ હજુ ઊંચકાશે.

એન્જલ બ્રોકિંગના ડેપ્યુટી વીપી રિસર્ચ, કોમોડિટી અનુજ ગુપ્તાએ જણાવ્યું કે, 'દિલ્હી સ્પોટ માર્કેટમાં મસૂરની દાળના ભાવ ૭.૪ ટકા વધીને રૂ.૪,૩૫૦ પ્રતિ કિવન્ટલ થયો છે. ચણાનો ભાવ ચાર ટકા વધીને રૂ.૬,૨૦૦ થયો છે. એમએસપીની જાહેરાત થયા પછી એક સપ્તાહની અંદર જ આટલો ભાવ વધ્યો છે.'

તેમણે જણાવ્યું કે અડદ અને તુવેરનો ભાવ પણ એક ટકા વધીને અનુક્રમે રૂ.૪,૯૨૫ અને રૂ.૫,૬૫૦ પ્રતિ કિવન્ટલ થયો છે. કઠોળ મોંઘા થવા પાછળનું એક કારણ આગામી તહેવારો અગાઉ વધેલી માંગ પણ છે. કઠોળનો વપરાશ વધ્યો છે. પરંતુ તેની આયાત પર નિયંત્રણ છે તેમ એડલવાઇઝ એગ્રી સર્વિસિસ એન્ડ ક્રેડિટના વડા પ્રેરણા દેસાઇએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અડદ અને મગના વાવેતરમાં ઘટાડો થયો હોવાના કારણે તેના ભાવ હજુ વધશે. સરકારના ડેટા પ્રમાણે કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર ૨૦ ટકા ઘટીને ૨૭.૫૧ લાખ હેઠકટર થયો છે.

(10:18 am IST)
  • પ૩૯પ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરાયો : અમરનાથ યાત્રામાં ૧.૪૪ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા : પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી ૧૧ દિનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા access_time 3:13 pm IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • બીટકોઈન - ક્રિપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી : ડોનાલ્ડ ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે જેની કિંમતો બહુ અસ્થિર છે અને જેનો પાયો નબળો છે તેવી બીટકોઈન અને તેના જેવી બીજી ક્રીપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી access_time 1:13 pm IST