Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ઝારખંડ સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે આપશે પૈસાઃ નવતર પ્રયોગ

પ૦,૦૦૦ થી વધુ ખેડૂતોને થશે લાભ

રાંચી, તા.૧૨: ઝારખંડના ખેડૂત હવે કૃષિની ટેકનોલોજીની સાથે-સાથે હવામાનનું પૂર્વાનુમાન સ્માર્ટફોન દ્વારા જાણી શકશે. ઝારખંડ સરકાર રાજયના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવ માટે રકમ આપવા જઇ રહી છે. ઝરખંડના કૃષિ વિભાગના એક અધિકારીએ ગુરૂવારે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને ઝારખંડમાં ૨૦૦૦ રૂપિયાની એક વધારાની રકમ મળશે. આખા દેશમાં પીએમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતમાં બે-બે હજારની ત્રણ હપ્તા આપી રહી છે, જયારે ઝારખંડમાં તેમની સંખ્યા ચાર હશે.

સરકાર ઝારખંડ ૫૦ હજારથી વધુ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે બ એ-બે હજાર રૂપિયાની રકમ તેમના બેંક એકાઉન્ટમાં નાખશે. સરકારે તેમના માટે રકમની પણ ફાળવણી કરી છે. આ લાભ તે ખેડૂતોને મળશે જેમણે રાષ્ટ્રીય કૃષિ બજાર (ઇ-નેમ)માં પોતાની નોંધણી કરાવી છે. રાજયના કૃષિ મંત્રી રંધીર કુમાર સિંહે જણાવ્યું કે સરકારનું માનવું છે કે ઝારખંડના દ્યણા ખેડૂતો અત્યારે સ્માર્ટફોનથી દૂર છે. સરકાર દ્વારા સ્માર્ટફોન ઉપલબ્ધ થતાં ખેડૂતોને કૃષિથી સંબંધિત નવી ટેકનોલોજી સાથે-સાથે હવામાનનું પૂર્વાનુમાન તથા કુદરતી આફતો સંબંધિત જાણકારી પ્રાપ્ત કરી શકશે.

તેમણે જણાવ્યું કે કૃષિ નિર્દેશાલ્ય અને ઝારખંડ રાજય કૃષિ માર્કેટિંગ પરિષદ પરસ્પર સમન્વય કરીને યોજનાની રકમ ખેડૂતોને પુરી કરાવશે. કૃષિ નિર્દેશકના સ્તરથી પીએમ ખેડૂત સન્માન યોજનામાં નોંધણીની યાદી બજાર સમિતિને આપવામાં આવશે અને આવા ખેડૂતોને ઇ-નામમાં નોંધવામાં આવશે. તેમણે કહ્યું કે જેમ જેમ ખેડૂતોની નોંધણી થશે તેમના ખાતામાં રકમ મોકલી દેવામાં આવશે.

(10:17 am IST)