Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

અમેરિકામાં" ઇન્ડિયન સિનિયર્સ શિકાગો " ની વાર્ષિક પીકનીક યોજાઈ : બર્થ ડે ઉજવણી ,સર્વ ધર્મ પ્રાર્થના ,રમતગમત ,તેમજ સ્વાદિષ્ટ ભોજન સાથે 355 જેટલા સિનિઅરોએ પિકનિકનો આનંદ માણ્યો

શિકાગો : જુલાઈ 06, 2019 ના રોજ  ઈન્ડીયન સિનિયર્સ ઓફ શિકાગોની વાર્ષિક પીકનીક બસી વુડ ગ્રોવ નંબર  32 પર યોજાઈ હતી સાથે બર્થ ડે નો કાર્યક્રમ પણ યોજાયો હતો, 

ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના સભ્યો દ્વારા  શનિવાર તારીખ 6 જુલાઈ ,૨૦૧9 ના રોજ બસી વુડ ગ્રોવ નંબર 32 પર વાર્ષિક પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પિકનિકમાં 355 જેટલા સભ્યોએ હાજરી આપી હતી. સવારે 10:00 વગેથી સાંજના 6:30 સુધી ચાલેલી પિકનિકમાં બર્થ ડે ઉજવણી, વિવિધ રમતો, વગેરે પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી.સવારે 10:00 વાગ્યાથી પીકનીક સ્થળે આવતા સભ્યોનું સ્વાગત અને રજીસ્ટ્રેશન કરવાની કામગીરી શ્રી મણિલાલ પટેલ, શ્રી નટવરલાલ પટેલ, શ્રી ભીખાભાઇ પટેલ અને શ્રી ચીમનલાલ પટેલે સંભાળી હતી. સાથે ગરમગરમ ગોટા, ફાફડા, જલેબી, ચટણી આરોગવાનો અનેરો આનંદ બધા સભ્યોએ માણ્યો હતો.

  ત્યારબાદ શ્રી ભુપેન્દ્રભાઈ સુથાર, શ્રીમતી હેમા દેસાઈ, શ્રીમતી P, શ્રીમતી નયનાબેન દ્વિવેદી અને શ્રી સંદીપ શેઠે સર્વધર્મ પ્રાર્થના ગઈ હતી. સર્વે સભ્યોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. ટ્રેઝરર શ્રી સીવી દેસાઈએ જૂન મહિનાનો આવક જાવકનો હિસાબ વિગતવાર રજૂ કર્યો હતો. 
        શ્રી ભુપેન્દ્રભાઈ સુથારે  અને સંદીપ શેઠે જુલાઈ માસમાં જેમના જન્મ દિવસ આવતા હતા તેમને આગળ બોલાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા સૌ ભાઈ-બહેનોએ શ્રી ભુપેન્દ્રભાઈ સુથાર અને શ્રી  સંદીપ શેઠની સાથે ' બાર બાર એ દિન આયે, તુમ જીઓ હઝારે સાલ, હેપી બર્થ ડે ટુ યુ ' ગાઈને  બર્થ ડે ની શુભેચ્છા પાઠવી હતી. આજના ગેસ્ટ શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિ ના હસ્તે બર્થ ડે કાર્ડ દરેક બર્થ ડે વાળા સભ્યને આપી સન્માન કરવામાં આવ્યું હતું  તે પછી ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.

વાર્ષિક પિક્નિકની સફળતા માટે જે સભ્યોએ રોકડ ે વસ્તુના સ્વરૂપમાં ડોનેશન આપ્યું હતું તે સર્વેને પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઇ પટેલે આવકાર્યા હતા અને અભિનંદન આપ્યા હતા. તે પછી બધા સભ્યોનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો. શ્રી પટેલ અને શ્રી જયંતીભાઈ પટેલ તરફ્થી આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધા સભ્યોએ સારી રીતે આઈસ્ક્રીમની મજા માણી હતી. ત્યારબાદ સભ્યો માટે ચા-કોફી અને બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી. બિસ્કિટ પ્રો. શરદભાઈ અને શ્રીમતી મૃદુલા શાહ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી બાજુ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બકેટ બોલ થ્રો, લેડર બોલ થ્રો, લીંબુ ચમચા દોડ, બોલ પાસ  અને ક્રિકેટ બેટ બૉલ હિટ ગેઈમ રમાડવામાં આવી હતી. ઘણા બધા સભ્યો એ જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો. સ્પર્ધાના વિજેતાઓને ઈનામોમાં ગિફ્ટ કાર્ડ આપવામાં આવ્યા હતાં. શ્રી અરવિંદ કોટક, શ્રી દિલીપ પટેલ, શ્રી અરવિદ પટેલ, શ્રી દુર્ગેશ શાહ,   તથા અન્ય વોલેન્ટિયર ભાઈ બહેનોએ રમતોના સંચાલનમાં મદદ કરી હતી. તે બધા સભ્યોને અભિનંદન આપવામાં આવે છે.

ટીવી એશિયાના શ્રીમતી વંદનાબેન આજની પીકનીક પ્રસંગે પધાર્યા હતા. તેમણે સમગ્ર કાર્યક્રમનું વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું. અને કારોબારી કમિટીના સભ્યો સાથે વાર્તાલાપ રેકોર્ડ કર્યો હતો. શ્રીમતી વંદનાબેનનો સંસ્થા વતી આભાર માનવામાં આવ્યો હતો. શ્રી જયંતીભાઈ ઓઝા પણ આમંત્રણને મન આપી પિકનિકમાં પધાર્યા હતા. તેઓએ પીકનીક દરમિયાન ઘણા બધા ફોટાઓ લીધા હતા.
   ભારતીય સિનિયર સિટીજન ઓફ શિકાગોના  પ્રેસિડન્ટ શ્રી હરિભાઈ પટેલ તથા કારોબારી કમિટીના હોદ્દેદારો, સભ્યો તથા યુનાઈટેડ સિનિયર પરિવારના પ્રેસિડન્ટ શ્રી રમણભાઈ પટેલ અને વાઇસ પ્રેસિડન્ટ શ્રી છીતુભાઈ તથા કારોબારી કમિટીના હોદ્દેદારો તથા કમિટીના સભ્યો એ સિલ્વર ગ્રુપના શ્રી શિરીષભાઈ પટેલ અને તેમની કારોબારીના સભ્યોએ પિકનિકમાં પધાર્યા હતા. તેમનું ઉષ્માભયુઁ સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આભાર માનવામાં આવ્યો હતો.

 વિજેતા સભ્યોના નામ રમત સાથે નીચે મુજબ છે

અનુ  રમતનું નામ                  પ્રથમ વિજેતા                બીજા વિજેતા                  ત્રીજા વિજેતા

1     બકેટ અને બૉલ           ગીતાબેન એમ. શાહ        નારણભાઈ દોશી   વિનુભાઈ દરજી

2     ક્રિકેટ બેટ બૉલ હિટ     દુર્ગેશ શાહ                     વિભાકર પરીખ               હસમુખ સાથીઆ

3     લેંડર બૉલ                   શીલાબેન શાહ                 જયંતીભાઈ પટેલ             ભરતભાઈ ગાંધી

4     લીંબુ ચમચી                જયશ્રી પુવાર                     અરુણા સાથીઆ             હંસાબેન કે. પટેલ

5.    બૉલ પાસ                  જયશ્રી ઠક્કર                      હસમુખ સાથીઆ


  વિજેતા ભાઈ બહેનોમાં દરેક રમતના પહેલા નંબરને ડોલર 10 નું અને બીજા અને ત્રીજા નંબરને ડોલર 5 નું ગિફ્ટ કાર્ડ શ્રીમતી શારદાબેન પટેલ, શ્રી મીઠાભાઇ પટેલ અને શ્રી ચંદ્રકાન્ત ગાંધીના હસ્તે આપવામાં આવ્યાં હતા.
 અંતમાં બધા સભ્યોએ સ્વાદિષ્ટ ભોજન લઈને પિક્નિકની લીધેલી મજાનાં સંસ્મરણો સાથે વિદાય લીધી હતી.

તેવું ફોટા સૌજન્ય સાથે શ્રી  જયંતી ઓઝા દ્વારા જાણવા મળે છે. 

(7:09 pm IST)
  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST

  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST

  • ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી access_time 9:11 pm IST