Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

દિલ્હીના ઉત્તર દ્વારકામાં અસામાજિક તત્વોનો મહિલા ઉપર જીવલેણ હૂમલોઃ ૨ રાઉન્ડ ફાયરિંગ

નવી દિલ્હી: દિલ્હીમાં અસામાજીક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનું ઉદાહરણ દ્વારકા વિસ્તારમાં જોવા મળ્યું. ઉત્તર દ્વારકામાં અસામાજીક તત્વોએ એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે. અસામાજીત તત્વોએ તે દરમિયાન મહિલા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી મહિલાના હાથમાં વાગી તો બીજી ગોળી તેના ગળાના ભાગે વાગી હતી. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવી છે. ત્યારે પોલીસ મામલે વધુ તપાસ કરી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે. ઘાયલ મહિલાનું નામ કિરણ બાલા છે. તે દ્વારકા સેક્ટર 12માં નિવાસ કરે છે. જે સમયે હુમલો થયો, તે તેની કારમાં હતી. કારમાં તેનું પર્સ અને મોબાઇલ છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે અસામાજીક તત્વોએ લૂંટની ઘટનાને અંજામ આપવા આવ્યા નહોતા. મામલો કંઇક અલગ હતો. મહિલા પર જીવલેણ હુમલો કર્યા બાદ શખ્સો ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા છે.

(4:50 pm IST)
  • હવે કર્ણાટક ભાજપમાં પણ કકળાટ : કર્ણાટકમાં રાજકીય સંકટના પગલે કોંગ્રેસમાં કકળાટ સર્જાયાના પગલે હવે ભાજપમાં પણ ધમાસાણ મચ્યું છે. જેડીએસ બળવાખોરને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો સર્જાયો છે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદબહાર આવી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યાનું પણ કહેવાય છે. access_time 1:14 pm IST

  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • આસામના ૧૭ જીલ્લામાં પુરપ્રકોપઃ૪ લાખ લોકો માઠી અવસ્થામાં : પૂર્વોતર રાજય આસામમાં ર૩ જીલ્લા પૈકી ૧૭માં પુરઃ ૪.ર૩ લાખ લોકોને માઠી અસરઃ આ લોકો સામે પાણી-ભોજનનું સંકટઃ ભારે વરસાદ-પુરથી ૩ ના મોતઃ ૧૧ જીલ્લાઓમાં પુરઃ ઠેરઠેર રાહત-શિબીરો ઉભી કરાઇ access_time 3:59 pm IST