Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૪ જુલાઇ ર૦૧૮ શનિવારના રોજ ‘‘શ્રી જગન્નાથ રથયાત્રા'': ભગવાન જગન્નાથ, સુભદ્રાદેવી, તથા બલભદ્રજીના રથને દોરડાથી ખેંચવાનો લહાવોઃ વળતી રથયાત્રા રર જુલાઇ ર૦૧૮ રવિવારના રોજ યોજાશેઃ પૂજન,ભજન, કિર્તન,સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા મહાપ્રસાદના આયોજનમાં જોડાવા પાઠવાયેલું આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા): ન્‍યુજર્સીઃ અમેરિકામાં હિન્‍દુ ટેમ્‍પલ ઓફ  મહાત્‍મા ગાંધી  સેન્‍ટર તથા ઇન્‍ડિયા કલ્‍ચરલ સોસાયટી ઓફ  ન્‍યુજર્સીના ઉપક્રમે વાયને હિન્‍દુ ટેમ્‍પલ ન્‍યુજર્સીના ખાતે ૧૪ જુલાઇ ર૦૧૮ શનિવારના  રોજ વિશ્વ પ્રસિધ્‍ધ  શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરાયું છે.

     બપોરે ૩ વાગ્‍યાથી શરૂ થનારી આ રથયાત્રામાં બિરાજમાન ભગવાન જગન્નાથ, સુભદ્રાદેવી, તથા બલભદ્રજીના રથને દોરડાથી ખેંચવાનો લહાવો લેવા તમામ ધર્મપ્રેમી ભાઇ બહેનોને સપરિવાર પધારવા આમંત્રણ પાઠવાયું છે.

     રથયાત્રા દરમિયાન બપોરે ૩ વાગ્‍યે મહાપૂજન થશે. ૩.૩૦ કલાકે ભજન તથા કિર્તન સાંજે પાંચ કલાકે આરતી બાદ સાંજે ૪.૩૦ કલાકે રથયાત્રા શરૂ થશે. સાંજે ૭.૩૦ કલાકે ધાર્મિક પ્રોગ્રામ બાદ રાત્રે ૮ વાગ્‍યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

ભગવાન જગન્નાથજીના રથની બહુડા યાત્રા (રથ પરત ફરવાની યાત્રા ) તથા સાંસ્‍કૃતિક પ્રોગ્રામ રર જુલાઇ  ર૦૧૮ રવિવારના રોજ બપોરે ૩ વાગ્‍યાથી શરૂ થશે.

ભારતના આ પ્રાચીન તથા વિશ્વ પ્રસિધ્‍ધ અવસરનો લહાવો લેવા તથા તેમાં ભજનો, શ્‍લોક, તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં જોડાવા માટે njgandhicenter@yahoo.com નો અથવા મંદિરના વોલન્‍ટીઅર્સનો સંપર્ક સાધી શકાય છે.

રથયાત્રા દરમિયાન ભગવાનને ચરણે ફળ,ફુલ સહિતની ભેટ તથા સેવામાં પણ જોડાઇ શકાય છે રથયાત્રાના સફળ અને ભવ્‍ય આયોજન માટે મંદિર મેનેજમેન્‍ટ તથા વોલન્‍ટીઅર્સ દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે. જેમાં રથના ડેકોરેશન, મહાપ્રસાદ બનાવવા, પૂજા સેવા સહિતની સેવાઓમાં જોડાવા તથા મદદરૂપ થવા આમંત્રણ પાઠવાયું છે.

વિશેષ માહિતી માટે શ્રી જયોતિન્‍દ્ર પટેલ ૭૩૨-૪૨૨-૭૪૮૨, શ્રી વ્રજેન્‍દ્ર સાહુ ૨૦૧-૩૧૭-૧૭૯૫, શ્રી શ્રીધર રાણા ૯૦૮-૩૯૧-૦૮૨૩, શ્રી જયેશ પટેલ ૭૩૨-૬૮૮-૨૬૫૮, શ્રી અમર સેનાપતિ ૯૭૩-૩૪૨-૬૮૨૦,શ્રી શૈલેષ પટેલ ૨૦૧-૨૮૧-૫૮૨૬, શ્રી પ્રભાત મોહાયાત્રા ૭૩૨-૪૭૦-૯૬૩૬, શ્રી શાસ્‍ત્રી અરવિંદજી ૯૭૩-૭૨૦-૯૫૩૨, શ્રી કૌશિક પટેલ ૯૭૩-૪૭૨-૪૨૬૬, શ્રી નિલેશ રાણા ૯૭૩-૮૦૦-૫૩૨૭ શ્રી લાલ મોહન્‍તી ૯૦૮-૬૭૨-૧૨૯૨,, શ્રી નૃસિંઘ બિસ્‍વાલ ૮૬૦-૬૯૦-૬૭૦૯ અથવા ૭૧૪  પ્રિકનેસ એવન્‍યુ, વાયને ન્‍યુજર્સી અથવા njgandhicenter@yahoo.com અથવા કોન્‍ટેક નં.૯૭૩-૫૯૫-૭૧૧૭નો સંપર્ક સાધવા શ્રી જયેશ પટેલની યાદીમાં જણાવાયું છે.

(11:06 pm IST)