Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ગંદગીના ખડકલાના મુદ્દે સુપ્રીમ કોર્ટની લાલઆંખ

નાયબ રાજ્યપાલની જોરદાર ઝાટકણી

નવીદિલ્હી, તા. ૧૨ :દિલ્હીમાં ગંદગીના ખડકલાને લઇને પ્રભાવી પગલા લેવામાં નિષ્ફળતા બદલ સુપ્રીમ કોર્ટે આજે દિલ્હીના લેફ્ટી ગવર્નર અનિલ બેજલની જોરદાર ઝાટકણી કાઢી હતી. બેજલે સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, સોલીડ વેસ્ટના નિકાલ માટે કઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. કોર્ટે ગાઝીપુર, ઓખલા અને ભીલસવામાં ગંદગીના ઢગના મુદ્દે કહ્યું હતું કે, લેફ્ટી ગવર્નર ઓફિસ સહિત તમામ સંબંધિત ઓથોરિટી દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા નથી જેના કારણે દિલ્હીના લોકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જસ્ટિસ મદન બી લાકુર, જસ્ટિસ દિપક ગુપ્તાની પીઠે લેફ્ટી ગવર્નર અને દિલ્હી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સોલીડ વેસ્ટના મેનેજમેન્ટની જવાબદારી એમસીડીની છે.

સુપ્રીમની બેંચે કહ્યું હતું કે, લેફ્ટી ગવર્નર, એમસીડીના પોતાના અધિકાર ક્ષેત્રમાં હોવાની વાત કરે છે પરંતુ ગદંગીને દૂર કરવા માટે આ પ્રકારની બેઠકોમાં ભાગ લેતા નથી. જો તમારી પાસે સત્તાઓ છે તો આ સંદર્ભની જવાબદારીને કોણ લેશે. એફિડેવિટમાં લેફ્ટી ગવર્નરે અધિકાર અને જવાબદારીની વાત કરી છે. સાફ સફાઈ અને કચરાના મામલામાં તેમની જવાબદારી છે કે કેમ તે બાબત મહત્વપૂર્ણ છે.

(7:51 pm IST)