Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

શશી થરૂરને શરદ પવાર અને મેનનનો સાથ મળ્યો

વિવાદ હજુ ગંભીર બની શકે છે

નવીદિલ્હી, તા. ૧૨ :કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરના નિવેદનને લઇને એકબાજુ જોરદાર હોબાળો મચી ગયો છે. શશી થરુરનું સમર્થન કરતા એનસીપીના નેતા માજીદ મેનને કહ્યું છે કે, શશી થરુરના નિવેદનનો ખોટો અર્થ કરવામાં આવી રહ્યો છે. તેમના કહેવાનો મતલબ એ છે કે, જો ભાજપ ૨૦૧૯માં સત્તામાં આવશે તો ભારતમાં પણ એવી જ પ્રકારની સમસ્યા થઇ શકે છે જેવી સમસ્યા આજે પાકિસ્તાનમાં શરદ યાદવે થરુરના નિવેદન ઉપર કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી જે પ્રકારનું કામ થઇ રહ્યું છે તે વિચારીને આ પ્રકારની બાબતો ઉઠી રહી છે. હિન્દુ રાષ્ટ્ર બનવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે કે કેમ તેવી ચર્ચા લોકોમાં છેડાઈ રહી છે. ભારતમાં એક ધર્મનું શાસન સ્થાપિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, ૨૦૧૯માં ભાજપનો સફાયો થશે. છેલ્લા ચાર વર્ષ માત્ર ધાર્મિક અને જાતિવાદની બોલબાલા રહી છે. તાજમહેલ, ઝીણા, ટીપુ સુલ્તાન જેવા કામો થતાં રહ્યા છે.

(7:49 pm IST)