Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

૨૪ કલાકમાં એક હાથે કર્યા ૨૪૭૪ રૂબિક કયુબ્સ સોલ્વ

ચેન્નઇ તા.૧૨: વીસ વર્ષના ક્રિષ્ના સાંઇ નામના યુવકે તાજેતરમાં અનોખો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રુબિક કયુબ પઝલ સોલ્વ કરવામાં માહેર એવા ક્રિષ્નાએ હવે માત્ર એક જ હાથનો ઉપયોગ કરીને પઝલ સોલ્વ કરવાની જબરી કાબેલિયત કેળવી છે. તાજેતરમાં તેણે  ૨૪ કલાકના સમયમાં એક હાથે કુલ ૨૪૭૪ કયુબ સોલ્વ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ પહેલા઼નો રેકોર્ડ પણ સાઉથ ઇન્ડિયનના નામે જ હતો. ૨૦૧૪માં રાજુ ગદીરાજુ નામના ભાઇએ ૨૪ કલાકમાં ૨૧૭૪ કયુબ્સ સોલ્વ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ક્રિષ્નાઅ લગભગ ૩૦૦ વધુ રુબિક પઝલ્સ સોલ્વ કરીને આ ખિતાબ પોતાના નામે કરી લીધો  હતો. ક્રિષ્ના સાંઇને આમ તો બાળપણથી રુબિક કયુબ્સ સોલ્વ કરવાનુ ગમતું હતું, પરંતુ તેણે ૨૦૧૪થી જ આ ગેમમાં કોમ્પિટિટિવ બનવાની પ્રેકિટસ શરૂ કરી હતી. એક પઝલ ૧૦ સેકન્ડમાં સોલ્વ  થાય એ માટેની ટેકિનક તે યુટયુબ જોઇને શીખેલો. રેકોર્ડ બનાવવા માટે જયારે ક્રિષ્ના બેઠો ત્યારે શરૂઆતના કેટલાક કલાકોમાં તેણે માત્ર બેથી પાંચ મિનિટનો જ બ્રેક લીધો હતો. પહેલા સાડાચાર કલાકમાં તેણે ૬૦૦ કયુબ્સ સોલ્વ કરી નાખ્યાં હતા. (૧.૧૬)

(3:59 pm IST)