Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ફેક ન્યુઝ રોકવાની સરકારની કડક ચેતવણી બાદ વોટ્સએપ આ વીકમાં લાવશે નવું ફીચર

નવી દિલ્હી તા.૧૨: દેશમાં વોટ્સએપ પર આવતા ફેક મેસેજને કારણે મોબ-લીન્ચિંગ જેવી ઘટનાઓ પર રોક લગાવવા માટે સરકારે આપેલી માટે સરકારે આપેલી કડક ચેતવણી બાદ વોટ્સએપે પગલા લેવાની શરૂઆત કરી છે. આ વીકમાં એક નવું ફીચર લાવવામાં આવશે જેની મદદથી યુઝર્સ એ જાણી શકશે કે કયા મેસેજને ફોર્વર્ડ કરવામાં આવ્યો છે.

સરકારે આપેલી ચેતવણી બાદ ગઇ કાલે વોટ્સએપ દ્વારા કેટલાંક અગ્રગણ્ય અખબારોમાં જાહેરાત આપીને યુઝર્સને ફેક ન્યુઝથી સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું અને કોઇ પણ મેસેજ જરા અલગ દેખાય તો એની તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. કોઇ પણ ઘટનાની સચ્ચાઇ જાણવા માટે અન્ય સમાચારોની સાઇટ્સ પર ચેક કરવાની પણ સલાહ આપવામાં આવી હતી.

(3:58 pm IST)