Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ગંગા ફોર્જિંગનો શેર રૂ. ૨૧.૧૦ના ભાવ પર લિસ્ટ થયો

મુંબઇ તા. ૧૨ : રાજકોટ  સ્થિત ગંગા ફોર્જિંગ લિમિટેડ ૨૩,૮૨,૦૦૦ ઈકવિટી શેર ના આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફર) સાથે આવી હતી. આ ઈશ્યુ તા. ૨૯ જૂન ના ખુલ્યો હતો અને તા. ૦૩  જુલાઈ ના પૂરો થયો. કંપની નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ઇમર્જ પર રૂ. ૨૧.૧૦ ના ભાવે લિસ્ટ થઈ છે. ગંગા ફોર્જિંગ લિમિટેડ ની સ્થાપના વર્ષ ૧૯૮૮ માં ગુજરાત માં થઇ હતી. કંપની ઓટોમોટિવ અને બિન-ઓટોમોટિવ ક્ષેત્ર માટે કલોસડ ડાઇ ફોજર્ડ ઉત્પાદનો બનાવે છે. ઓટોમોટિવ ક્ષેત્ર માં વ્યવસાયિક વાહન, પ્રવાસી વાહન, ત્રી-ચક્રીય વાહન અને ટ્રેકટર નો સમાવેશ થાય છે. બિન-ઓટોમોટિવ ક્ષેત્ર માં ઇલેકિટ્રક પાવર ટ્રાન્સમિશન, ડેરી (દુગ્ધાલય) સાધન નું ઉત્પાદન, કૃષિવિષયક, ગેર અને ગેર બોકસ, ક્રેન્ક શાફટ, કનેકિટંગ રોડ, ભારે એન્જીનીરીંગ ઔદ્યોગિક સાધન અને ફલેન્જ નો સમાવેશ થાય છે. કંપની પાસે પોતા ની પરીક્ષણ લેબોરેટરી છે જેમાં તેના ઉત્પાદનો ની ગુણવત્તાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. આ ISO ૯૦૦૧: ૨૦૧૫ પ્રમાણિત કંપની ના મુખ્ય ગ્રાહકોમાં અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, નાસિક ફોર્જિંગ પ્રાઇવેટ લિમિટેડ, સિંનોવા ગેર્સ એન્ડ ટ્રાન્સમિશન, મોસ્ડોર્ફર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ટોપલેન્ડ એંજિન્સ પ્રાઇવેટ લિમિટેડ નો સમાવેશ થાય છે.(૨૧.૧૭)

(2:32 pm IST)