Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

દિલ્હીનું કનોટ પ્લેસ વિશ્વમાં નવમાં નંબરનું સૌથી મોંધુ ઓફિસ લોકેશન

એક સ્કવેર ફીટનું વાર્ષિક ભાડું સરેરાશ ૧૦,૫૨૭ રૂપિયા છેઃ ૧૦૦૦ દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે રાજ્ય સરકાર ૨૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આટલી ઇલેકટ્રોનિક બસો ખરીદવાની છે

નવી દિલ્હી તા.૧૨: દિલ્હીનું દિલ કહેવામાં આવે છે એવા કનોટ પ્લેસનો નંબર દુનિયામાં સૌથી મોંધા ઓફિસ લોકેશનમાં નવમાં ક્રમાંકે આવ્યો છે. અહીં એક સ્કવેર ફીટનું વાર્ષિક ભાડું સરેરાશ ૧૦,૫૨૭ રૂપિયા છે. ગ્લોબલ પ્રાઇમ ઓફિસ ઓકયુપન્સી કોસ્ટ્સ સર્વેમાં ૧૦માં વર્ષના રિપોર્ટમાં મુંબઇના બાંદરા-કુર્લા કોમ્પલેકસ (BKC)નો ક્રમાંક ૨૬મો અને નરિમાન પોઇન્ટનો ક્રમાંક ૩૭મો રહ્યો છે. ગયા વર્ષે કનોટ પ્લેસ ૧૦મા ક્રમાંકે હતું અને એ એક પોઇન્ટ આગળ વધ્યું છે પણ ગયા વર્ષે BKC નો ક્રમાંક ૧૬મો અને નરિમાન પોઇન્ટનો ક્રમાંક ૩૦માં રહ્યો હતો.આ લિસ્ટમાં પ્રથમ નંબર હોન્ગ કોન્ગનો સેન્ટ્રલ એરિયા, બીજા ક્રમાંક લંડનનો વેસ્ટએન્ડ એરિયા અને ત્રીજા ક્રમાંકે બીજિંગની ફાઇનેન્સ સ્ટ્રીટનો નંબર છે.(૭.૧૭)

(2:32 pm IST)