Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કામાખ્યા એક્સપ્રેસમાં બિહારની વિદ્યાર્થીની સાથે બળાત્કાર બાદ કરપીણ હત્યા : માથું ધારદાર હથિયારથી અલગ કરાયું : લાશ ટૉઈલેટમાંથી મળી

કામાખ્યા એક્સપ્રેસમાં : બિહારની એક વિદ્યાર્થિનીની સાથે ચાલતી ટ્રેનમાં રેપ અને હત્યાની ઘટના બની છે. આ યુવતી સાથે જઘન્ય અપરાધની ઘટના આસામમાં બની છે

   કામાખ્યા એક્સપ્રેસમાં પ્રવાસ કરતી વખતે બિહારની યુવતી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ યુવતીની લાશ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનના ટોઈલેટમાંથી મળી આવી છે. યુવતીનું માથું કોઈ ધારદાર હથિયારથી અલગ કરવામાં આવ્યું હતું.

 આસામના શિવસાગર જિલ્લાના સિમલુગુડી રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી બિહારી યુવતીની લાશ કબજે કરવામાં આવી હતી. પોલીસ હવે તેનું માથું શોધી રહી છે.

(12:58 pm IST)