Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

મહારાષ્ટ્ર સરકારે ચોમાસામાં વોટરફોલ્સ અને ડેમ ખાતે પિકનીક-પર્યટન પર પ્રતિબંધ મૂક્યો

મુંબઈ :મહારાષ્ટ્ર સરકારે વરસાદની મોસમ દરમિયાન થાણે, પાલઘર, રાયગડ, રત્નાગિરિમાં આવેલા અનેક વોટરફોલ્સ, સરોવરો અને ડેમના સ્થલોએ પીકનીક-પર્યટન પર પ્રતિબંધ મૂકી દીધો છે.

 તાજેતરમાં પાલઘર જિલ્લાના વસઈ ઉપનગરના પૂર્વ ભાગમાં આવેલા ચિંચોટી ધોધ ખાતે પૂર આવતા અનેક પર્યટકો ફસાઇ ગયા બાદ આ નિર્ણય લેવાયો છે. આ પ્રતિબંધ આવતી 31 જુલાઈ સુધી અમલમાં રહેશે.

(12:44 pm IST)
  • ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણી આવતા ગીરા ધોધનો અદભુત વૈભવ છલક્યો: ડાંગમાં વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર ફરી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 114 મિમી, વઘઈમાં 203 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 95 મિમી અને સુબીરમાં 43 મિમી વરસાદ વરસ્યો છે. access_time 1:08 pm IST

  • જૂનાગઢમાં ધોધમાર વરસાદ : જોષીપુરા વિસ્તારનો રસ્તો બંધ access_time 6:34 pm IST

  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST