News of Thursday, 12th July 2018

સામૂહિક મોતનું રહસ્ય હજી અકબંધ

દિલ્હીમાં એક જ પરિવારના ૧૧ જણના મળેલા મૃતદેહના કેસમાં પોલીસ હજી કોઇ તારણ પર નથી પહોંચી, ૨૦૦ થી વધુ જણની પૂછપરછ કરવામાં આવી

નવી દિલ્હી, તા.૧૨: દિલ્હીના બુરાડી વિસ્તારમાં ભાટિયા પરિવારના ૧૧ સભ્યોનાં રહસ્મય મૃત્યુ સામૂહિક આત્મહત્યાનો કેસ સાબિત થયા છતાં એ ઘટના બાબતે અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ જણને પૂછપરછ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં ૧૧ જણ ફાંસીએ લટકવાને કારણે મૃત્યુ પામ્યા હોવાનું જાણ્યા છતાં પોલીસ ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જુએ છે.

ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પછી પોલીસ એ ૧૧ જણ વટવૃક્ષ સમાન આયોજનમાં 'વડ તપસ્યા' કરવા શા માટે પ્રેરાયા એ જાણવા માટે સાઇકોલોજિકલ ઓટોપ્સી પણ કરાવશે. મરનારા ૧૧ જણમાંથી એક ૩૩ વર્ષની પ્રિયંકા ભાટિયાના મંગેતરને ગઇ કાલે ફરી એક વખત પોલીસે પૂછપરછ કરી હતી. ચુંડાવત-ભાટિયા પરિવાર કોઇ મંત્ર-તંત્રની વિધિઓ કરતો હોવાની કોઇ જાણકારી ન હોવાનું ત્રણ કલાકની પૂછપરછમાં મંગેતરે જણાવ્યું હતું. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પ્રિયંકા ભાટિયાને જન્મકુંડળીમાં મંગળનો દોષ હોવાથી અગાઉ કોઇ પણ મુરતિયા સાથે તેનું સગપણ થયું નહોતું.

ગઇ કાલે પોલીસ-કમિશ્નરને સંબોધીને લખવામાં આવેલા નનામા પત્રમાં બુરાડી આત્મહત્યા કેસમાં કોઇ તાંત્રિકનું નામ પણ લખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે દિલ્હી પોલીસના જોઇન્ટ કમિશ્નર આલોક કુમારે એવો કોઇ પત્ર મળ્યો ન હોવાથી એ બાબતમાં ટિપ્પણીનો ઇન્કાર કર્યો હતો. પોતાને આદર્શ નાગરિક તરીકે ઓળખાવતા પત્રલેખકે કોઇ મંદિરમાં બેસતા તાંત્રિકની પત્ની પણ મંત્ર-તંત્ર કરતી હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું હતું. જે વિસ્તારના મંદિરમાં તાંત્રિક બેસે છે એ જ વિસ્તારનો રહેવાસી હોવાનો દાવો કરતા પત્રલેખકે જણાવ્યું હતું કે મંત્ર-તંત્ર દ્વારા કોઇને મારવા કે પરેશાન કરવા બદલ એ તાંત્રિકદંપતી પૈસા લેતું હોય છે. (૨૩.પ)

(11:42 am IST)
  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST

  • જેતપુર શહેર તાલુકામાં જોરદાર વરસાદ : દેવકી ગાલોલ શીટના ગામોમાં 9 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો : સર્વત્ર પાણી પાણી access_time 8:53 pm IST

  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST