Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

આધાર સબસિડી ટ્રાન્સફરે બચાવ્યા ૯૦,૦૦૦ કરોડ

એવરેજ લગભગ ૩ કરોડ લોકો આધારનો ઉપયોગ રોજ કરે છે

હૈદરાબાદ તા. ૧૨ : આધાર કાર્ડ દ્વારા બેંકોને સીધી સબસિડી ટ્રાન્સફર કરવાની સુવધાના કારણે સરકારે ૯૦,૦૦૦ કરોડ રૂપિયાની બચત કરી છે. યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના ચેરમેન જે. સત્યનારાયણએ બુધવારે કહ્યું કે, ભારતે આધારને ઉપયોગમાં લાવીને અત્યાર સુધી ૯૦,૦૦૦ કરોડ રૂપિયા બચાવી લીધા છે. 'ડિઝિટલ આઈડેન્ટિટી' પર આધારિત એક ઈન્ટરનેશનલ સંમેલનમાં તેમણે કહ્યું કે, એવરેજ લગભગ ૩ કરોડ લોકો આધારનો ઉપયોગ રોજ કરે છે. અને તેના ઉપયોગનું મુખ્ય કારણે કરિયાણું, પેન્શન, ગ્રામીણ રોજગાર અને શિશ્યવૃત્તિમાં થયો છે.

બુધવારે શરૂ થયેલા ત્રણ દિવસીય સંમેલનનું આયોજન ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસએ કર્યું. સંમેલનમાં 'આધાર' પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. સત્યનારાયણએ કહ્યું કે, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વિભાગ, ખાદ્ય અને લોક વિતરણ, ગ્રામીણ વિકાસ અને અન્ય વિભાગોને ૯૦,૦૦૦ કરોડથી વધારે રૂપિયાથી વધારેની બચત થઈ છે.

તેમણે કેટલાક ક્ષેત્રોમાં સંશોધન કરાવવાની જરૂરિયાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું, અમે વધારે કુશળ બાયોમેટ્રિક તંત્ર, આધાર ઈકો તંત્ર, નામકરણની પ્રક્રિયામાં સુધારો, અપડેશન અને પ્રમાણીકરણ, ઓછા નેટવર્કવાળા વિસ્તારમાં કાયર્િાન્વત, ફ્રોડની જાણ થાય અને તેને રોકવા માટે કૃત્રિમ બુદ્ઘિમત્તા તથા મશિન લર્નિંગનો ઉપયોગ કરવા માટે સંશોધનની જરૂર હશે.

સંમેલનનો ઉદ્દેશ્ય આઈએસબીમાં 'ડિઝિટલ આઈડેન્ટિટિટી રિસર્ચ ઈનિશિએટિવ' દ્વારા કરાયેલા સંશોધન કાર્યોનું પ્રદર્શન કરવાનું છે. ડીરીનું સંશોધન મુખ્ય રૂપથી આધારને ધ્યાનમાં રાખીને તથા પારિસ્થિતિકી તંત્રને લાભ અને નુકશાનને જાણ લગાવવા પર નિર્ભર છે.(૨૧.૪)

(11:40 am IST)