Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

અમરનાથ યાત્રીઓને અકસ્માત નડ્યોઃ ૧૩ ઘાયલ, ૩ ગંભીર

ઝાંસી-યુપીના યાત્રીઓની મીની બસનો ઉધમપુર પાસે ટ્રક સાથે એકિસડન્ટ

જમ્મુ, તા.૧૨ : અમરનાથ યાત્રીઓને આજે વ્હેલી સવારે ઉધમપુરના એસએસપી પાસે અકસ્માત નડ્યો છે. આ એકિસડન્ટમાં ૧૩ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘાયલોમાં ૩ની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. અમરનાથ યાત્રીઓની મીની બસનો એકિસડન્ટ એક ટ્રક સાથે થયો હતો. આ મીની બસનો પાર્કીંગમાં ઉભેલા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ઉધમપુરના બિરમા પુલ ઉપર થઈ હતી. અકસ્માત બાદ બસ ડ્રાઈવર નાસી છૂટ્યો હતો.

બસ-ટ્રકના અકસ્માતમાં મોટાભાગના ઘાયલો ઝાંસી અને યુપીના છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવેલ કે ઘાયલ અમરનાથ યાત્રીઓ ખતરાની બહાર છે. તેમને સ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના સુધી દરેક મદદ પહોંચાડાશે.(૩૭.૮)

 

(11:35 am IST)
  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST

  • રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ :ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા:.જસદણની ભાદર નદીમાં ઘોડાપુર :નવા નીરને વધાવવા ટોળા ઉમટી પડ્યા access_time 11:24 pm IST

  • રાત્રે ૮-૪૦ : જામનગર – ભાવનગર – રાજકોટ – સોમનાથ – જુનાગઢ જીલ્‍લાના અનેક વિસ્‍તારોમાં ર થી ૧૦ ઇંચ વરસાદના અહેવાલો મળે છે. access_time 8:46 pm IST