Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

રાજસ્થાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસી નેતાઓને સ્ટેજ પરથી ખેંચીને લમધાર્યા

‘મેરા બુથ… મેરા ગૌરવ’ પ્રશિક્ષણ કાર્યક્રમાં આબરૂના લીરેલીરા ઉડ્યા : બે જૂથ વચ્ચેની મારામારીમાં નેતાઓ પણ હડફેટે ચડ્યા

રાજસ્થાનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસી નેતાઓને સ્ટેજ પરથી ખેંચીને લમધાર્યા હતા રાજસ્થાનનાં કોંગ્રેસ દ્વારા ‘મેરા બુથ… મેરા ગૌરવ’ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બુથ સ્તરનાં કાર્યકર્તાઓને આગામી વિધાનસભા ચુનાવ માટે પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા હતા પરંતુ ગુજરાતની જેમ જ રાજસ્થાનમાં પણ જૂથવાદની આગમાં સળગી રહેલી કોંગ્રેસને અગન સહન કરવી પડી હતી.

  મેલાપુર ખાતે કોંગ્રેસનાં ‘મેરા બુથ… મેરા ગૌરવ’ પ્રશિક્ષણ કાર્યક્રમમાં કોંગ્રેસનાં જ બે જૂથો વચ્ચે મારામારી થઈ ગઈ હતી અને આ મારકાટમાં કોંગ્રેસના નેતાઓ પણ હડફેટે આવી ગયા હતા. બેકાબુ થયેલા કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ સ્ટેજ પરની વસ્તુઓ તોડવાની શરૂ કરી દીધી હતી અને સ્ટેજ પર ચડી ઘણાં નેતાઓને પણ હડફેટે લઈ લીધા હતા. કોંગ્રેસ કાર્યકરોનો રૌદ્ર રૂપ જોઈને કોંગ્રેસના નેતાઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા.

(12:00 am IST)