Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સ્‍પેન ખાતે ૨૧ થી ૨૪ જુન ૨૦૧૮ દરમિયાન યોજાયેલી ‘‘એફેમેરલ આર્ટમાં અમદાવાદની આકૃતિ રંગોળી સંસ્‍થાનો દબદબોઃ રંગોળી દ્વારા ભારતની પ્રાચીન સંસ્‍કૃતિનું નિદર્શન કરાવ્‍યું

અમદાવાદઃ ગત તા.૨૧ જુન થી ૨૪ જુન, ૨૦૧૮ દરમિયાન યુરોપ ખંડના સ્‍પેન દેશ ખાતે એલચે દે લા સિએરા શહેર ખાતે એફેમેરલ આર્ટ (ક્ષણભંગુર કળા)ની સાતમી આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવેલ, આ આયોજન ધી ઇન્‍ટરનેશનલ મેનેજીંગ કમીશન ઓફ એફેમેરલ આર્ટ જેનું કેન્‍દ્ર બાર્સેલોના, સ્‍પેન ખાતે આવેલું છે, તેમના દ્વારા કરવામાં આવેલ. ધી ઇન્‍ટરનેશનલ મેનેજીંગ કમીશન ઓફ એફેમેરલ આર્ટ દ્વારા અમદાવાદ, ભારત ખાતેની સંસ્‍થા આકૃતિ રંગોળીને ભારતના પ્રતિનિધિ તરીકે આમંત્રણ આપવામાં આવેલ.

કળા બે પ્રકારની હોય છેઃ ક્ષણિક અને કાયમી શરૂઆતના તબક્કામાં લોકો કેનવાસ અને દીવાલો પર કળાનું ચિત્રણ કરતા પહેલા જમીન પર કળાનું ચિત્રણ કરતા હતા. જે સ્‍થળ, કાળ અને દેશ મુજબ જુદા જુદા નામેથી ઓળખાય છે, જેમ કે એફેમેરલ આર્ટ,ફલોર આર્ટ, રંગોળી વગેરે.

આકૃતિ રંગોળી એ અમદાવાદ ખાતેની સંસ્‍થા છે જે ભારતીય ક્ષણભંગુર કળા ‘રંગોળી'ને ચાહનારા લોકોથી બનેલી છે અને તેનો મુખ્‍ય ઉદેશ આ કળાને જીવિત રાખી દેશ-વિદેશમાં ફેલાવો કરવાનો છે.

આકૃતિ રંગોળી-અમદાવાદને સાતમી આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સ માટે આમંત્રણ મળતા, આ સંસ્‍થાના સ્‍થાપક એવા દિવ્‍યેશ વારા અને તેમના સહાયક તરીકે રાકેશ હિરાણીએ બે યુવાનો સ્‍પેન ખાતે ભારતનું પ્રતિનિધિત્‍વ કરવા ગયા હતા.

ઉપરોક્‍ત કોન્‍ફરન્‍સમાં ૨૬ થી વધુ દેશોના ૧૫૦ થી વધુ પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો અને પોતપોતાના દેશ/પ્રદેશની લાક્ષણિક ક્ષણભંગુર કળાનું પરફોર્મન્‍સ રજુ કર્યુ હતું.

આ કોન્‍ફરન્‍સમાં ભારતને પહેલી જ વાર આમંત્રિત  કરવામાં આવ્‍યું હતું. દરેક દેશના પ્રતિનિધીએ એડવાન્‍સમાં પોતાની થીમ મોકલી આપવાની હતી. આ સમયગાળા દરમિયાન ૨૧-જુનના રોજ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ હોવાથી આકૃતિ રંગોળી દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસને ધ્‍યાનમાં રાખી પહેલાથી જ ભારતીય સંસ્‍કૃતિને રજુ કરી શકે એવી  થીમ પસંદ કરી હતી. આપણી આધ્‍યાત્‍મિક અને યોગિક ધરોહારમાં આપણા શરીરના સાત ચક્રો,સહસ્‍ત્રાર,આજ્ઞા,વિશુદ્ધિ, અનાહત,મણીપુર, સ્‍વાધિષ્‍ઠાન અને મૂલાધાર એમ સપ્‍ત-ચક્રની થીમ પસંદ કરી મંજુરી માટે મોકલી આપી હતી અને તેમના દ્વારા સપ્રેમ સ્‍વીકારી પણ લેવામાં આવી હતી.

આકૃતિ રંગોળી, ભારતના પ્રતિનિધિ દ્વારા આકર્ષક અને ધ્‍યાન ખેંચે એવા રંગોનો ઉપયોગ કરી ચક્રો વિષે રંગોળી બનાવવામાં આવી હતી. દેશ-વિદેશના પ્રતિનિધિઓ તેમજ સ્‍થાનિક નાગરિકો આヘર્યચકિત થઇ પૂછતા હતા કે તમે માત્ર બે લોકો થઇને કેવી રીતે આટલી મોટી કાર્પેટ બનાવો છો, કારણ કે એ લોકોને પોતાની કાર્પેટ બનાવવા માટે ઓછામાં ઓછા ૫ લોકોની ટીમની જરૂર રહેતી હતી. દેશ-વિદેશના પ્રતિનિધિઓ તેમજ સ્‍થાનિક નાગરિકો દ્વારા અમારી થીમ વિષે પણ માહિતી માંગવામાં આવી હતી અમે તેમને ભારતની અધ્‍યાત્‍મિક તેમજ યોગિક ધરોહર અને દરેક ચક્રોનું આપણા શરીરમાં મહત્‍વએ વિષે માહિતી પૂરી પડી હતી.

સંપૂર્ણ કોન્‍ફરન્‍સમાં માત્ર અમે બે વ્‍યક્‍તિઓ જ સંપૂર્ણ શાકાહારી હતા, અમને ભોજનમાં સલાડ,ફળો, બટાકાની ચિપ્‍સને સ્‍થાનિક શાકભાજી પીરસવામાં આવતું હતું.

સંપૂર્મ કાર્યક્રમની પૂર્ણાહુતિ ત્‍યાના સ્‍થાનિક બેન્‍ડ સાથે આખા શહેરમા ંપરેડ કરીને કરવામાં આવી હતી. દરેક દેશના પ્રતિનિધિઓએ પોતાના રાષ્‍ટ્રધ્‍વજ સાથે પરેડમાં ભાગ લીધો હતો. ભારત સંસ્‍કૃતિક  ધરોહર એવી આ રંગોળી કળાને વિશ્વના અન્‍ય દેશોના પ્રતિનિધિઓએ પ્રથમ વખત માણી હતી, ભારતની આ કળાથી પ્રભાવિત થઇ ઘણા બધા પ્રતિનિધિઓએ ભારતમાં સંસ્‍કૃતિક પ્રવાસ હેતુ આવવાની તૈયારી તેમજ ઇચ્‍છા દર્શાવી હતી.

આ એફેમેરલ આર્ટની કોન્‍ફરન્‍સ દર બે વર્ષે થતી હોય છે. આગામી વર્ષ -૨૦૨૦માં આ કોન્‍ફરન્‍સ ટોક્‍યો, જાપાન ખાતે થવાની હોવાથી અમોએ જાપાનના પ્રતિનિધિ મંડળને ભગવાન બુદ્ધનું સેન્‍ડ પેઇન્‍ટીંગ તેમને આગામી કોન્‍ફરન્‍સની શુભકામનાઓ સ્‍વરૂપે ભેટમાં આપ્‍યું હતું. જાપાન પ્રતિનિધિ મંડળના વડાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાના ગળામાં રહેલી તેમની ટ્રેડીશનલ માળા દિવ્‍યેશ વારાને પાહેરવી દીધી હતી.

આ એફેમેરલ આર્ટ (ક્ષણભંગુર કળા)ની સાતમી આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સ દરમિયાન અમને તેમજ વિશ્વના અન્‍ય દેશોના પ્રતિનિઓધિઓને સ્‍પેનનો પ્રેમ, ઉદારતા, ઇમાનદારી, સમયપાલન અને મહેમાનગતિનો ખુબ જ ઉમદા અનુભવ રહ્યો. ધી ઇન્‍ટરનેશનલ મેનેજીંગ કમીશન ઓફ એફેમેરલ આર્ટ દ્વારા આકૃતિ રંગોળી-અમદાવાદને ભારતના પ્રતિનિધિ તરીકે તેમનું સભ્‍યપદ આપ્‍યું છે, જે સમગ્ર ભારત તેમજ ગુજરાત રાજ્‍ય માટે ગૌરવની વાત છે.

તેવું દિવ્‍યેશ વારા આકૃતિ રંગોળી-અમદાવાદ મો.+91 99745 89334,+91 97276 70676 Mail: aakrutirangoli@gmail.com, www.aakrutiangoli.com દ્વારા જાણવા મળે છે.

(11:56 pm IST)