Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ઇમીગ્રન્‍ટસના બાળકોને માતા-પિતાથી વિખૂટા પાડતા અમેરિકાના ICE ડીપાર્ટમેન્‍ટને બંધ કરી દેવાની ઝુંબેશ વેગમાં: ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ્‍સ એન્‍ફોર્સમેન્‍ટ (ICE) ડીપાર્ટમેન્‍ટ પ્રેસિડન્‍ટ ટ્રમ્‍પની વિદેશીઓ પ્રત્‍યેની નફરતનું પ્રતિબિબ છેઃ ઇન્‍ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસનો આક્રોશ

વોશીંગ્‍ટનઃ અમેરિકાના ખૂબ વગોવાઇ ગયેલા ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ્‍સ એન્‍ફોર્સમેન્‍ટ વિરૂધ્‍ધ ઉહાપોહ કરવા તથા તેને નાબુદ કરવા માટેની ઝુંબેશને સમર્થન આપનાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરીસ રાજકિય ક્ષેત્રે ઉભરી રહ્યા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સુશ્રી કમલાએ જણાવ્‍યું હતું કે આ ICE ડીપાર્ટમેન્‍ટ પ્રેસિડન્‍ટ ટ્રમ્‍પની જાતિવાદી તથા વિદેશીઓ પ્રત્‍યેની નફરતના પ્રતિબિબ સમાન છે. જો કે તેમણે આ ડીપાર્ટમેન્‍ટ નાબુદ કરવાને બદલે તેમાં સુધારા વધારા કરી આમૂલ પરિવર્તન જરૂરી હોવાનું જણાવ્‍યું છે જો કે ઘણાં ડેમોક્રેટ અગ્રણીઓ આ ડીપાર્ટમેન્‍ટ બંધ કરી દેવાના સમર્થક છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી આ ડીપાર્ટમેન્‍ટ ઇમીગ્રન્‍ટના બાળકોને તેમના માતા-પિતાથી વિખૂટા પાડવાનું માનવતા વિહોણું કાર્ય કરી રહ્યુ છે.

(10:12 am IST)