Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ભારતના બેંગલુરૂ સ્‍થિત શ્રી સુનિલ અબ્રાહ્મ અમેરિકાના મોઝીલા ફાઉન્‍ડેશનના વાઇસ પ્રેસિડન્‍ટ બન્‍યાઃ ફાઉન્‍ડેશનના લીડરશીપ પ્રોગ્રામને વેગ આપવા જાન્‍યુ ૨૦૧૯ થી બર્લિન જશે

સાન ફ્રાન્‍સિસ્‍કોઃ યુ.એસ.સ્‍થિત નોનપ્રોફિટ ‘‘મોઝીલા ફાઉન્‍ડેશન''ના લીડરશીપ પ્રોગ્રામના વાઇસ પ્રેસિડન્‍ટ તરીકે ભારતના બેંગલુરૂ સ્‍થિત શ્રી સુનિલ અબ્રાહ્મની નિમણુંક થઇ છે.

શ્રી સુનિલ બેંગલુરૂ સ્‍થિત સેન્‍ટર ફોર ઇન્‍ટરનેટ એન્‍ડ સોસાયટીના એકઝીકયુટીવ ડીરેકટર છે. તેઓ મોઝીલા ફાઉન્‍ડીશનની ટીમના એડવાઇઝર તરીકે ૨૦૧૯ની જાન્‍યુ.૨૦૧૯ થી બર્લિન જશે. તેમની નિમણુંક બદલ મોઝીલા ફાઉન્‍ડેશનના એકઝીકયુટીવ ડીરેકટર માર્ક સુરમનએ રોમાંચ તથા આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મોઝીલા ફાયરફોકસ વેબસાઇટ ઉપરનું ફ્રી તેવું બ્રોસર છે.

(10:13 am IST)