News of Thursday, 12th July 2018

ભોપાલમાં હાઇ પ્રાફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશઃ એજન્ટ દ્વારા વ્હોટ્સએપ ગ્રુપ બનાવીને છોકરીઓની તસવીરો અને માહિતી શેર કરવામાં આવતીઃ પ૦ જેટલા વપરાયેલા કોન્‍ડોમ મળ્યા, જેના આધારે ગ્રાહકોને બ્લેકમેઇલ કરવામાં આવતા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થવાની સાથે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સેક્સ રેકેટમાં સંડોવાયેલા લોકો પોતાના ત્યાં આવતા પુરુષોને વપરાયેલા કૉન્ડમના આધારે બ્લેકમેલ કરતા હતા. આમની કરતૂત ખુલ્લી પડવાની સાથે વિશ્વાસના બેસે તેવી માહિતીઓ સામે આવી છે.

મધ્યપ્રદેશના શાહરનપુરમાં પોલીસે રેડ પાડીને હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટને ઉઘાડું પાડી દીધું છે. પોલીસે આ કેસમાં 22 વર્ષની યુવતી અને 32 વર્ષના દિલીપ ગોયલ નામના યુવકની ધરપકડ કરી છે. આ બન્ને આ રેકેડના મુખ્ય આરોપી છે. આ સિવાય પોલીસે 28 વર્ષના અર્જુન નામના શખસની પણ ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ગોલ્ડી 2003થી 2012 સુધી રાજસ્થાન રાઈફલ્સમાં રાઈફલમેન હતો. ગોલ્ડી પર આરોપ છે કે તે લગભગ અડધા ડઝન એજન્ટ સાથે મળીને ભોપાલમાં સેક્સ રેકેટ ચલાવતો હતો. એજન્ટ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેમાં છોકરીઓની તસવીરો અને અન્ય માહિતીઓ શેર કરવામાં આવતી હતી.

એસપી રાહુલ લોધાએ જણાવ્યું કે, “ગોલ્ડી કથિત રીતે છોકરીઓને અરેન્જ કરતો હતો અને તેમને અહીં 7થી 10 દિવસ માટે રોકતો હતો, આ છોકરીઓ અહીં ક્લાયન્ટની સખ્યા પ્રમાણે કામ કરતી હતી. ગોલ્ડીએ રાજસ્થાન રાઈફલ્સથી વીઆરએસ લીધું હતું અને પાછલા 4 વર્ષથી દેહવેપારના ધંધા સાથે સંકળાયેલો હતો.

દિલ્હી, મુંબઈ અને બિહારથી કોન્ટ્રાક્ટ પ્રમાણે છોકરીઓ મંગાવવામાં આવતી હતી. અર્જુન જે ગોલ્ડીના ઘરના નોકર તરીકે કામ કરવાની સાથે નવા ક્લાયન્ટ્સ શોધવાનું પણ કામ કરતો હતો. આ રેકેટમાં વધારે રુપિયાવાળા ક્લાયન્ટ્સને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા અને તેમની પાસેથી 8થી 10 હજાર રુપિયા વસુલવામાં આવતા હતા.

પોલીસે રેડ પાડી તે દરમિયાન 50 જેટલા વપરાયેલા કૉન્ડમ પણ મળી આવ્યા છે, જેને કથિત રીતે ક્લાયન્ટ્સને બતાવીને બ્લેકમેલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. પૂછપરછ દરમિયાન ગોલ્ડીએ જણાવ્યું કે તે દેશભરમાં વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના સંપર્કમાં હતો. પોલીસે રોહિત નગર નિર્માણ સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા ત્યારે બે યુવતી અને એક એજન્ટની ધરપકડ કરી હતી. આમાંથી એક યુવતી ગ્વાલિયરની હતી જ્યારે બીજી બન્ને દિલ્હીની, બન્નેની ઉંમર 19 અને 23 વર્ષની હતી.

(5:56 pm IST)
  • ખાંભાના નવા માલકનેશ વાડીની ઓરડી માં સુતેલી દીકરીને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરીની માં પર દીપડા નો હુમલો.:મહિલાને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાઈ access_time 10:27 pm IST

  • પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ યુપીની યોગી સરકારનો મોટો નિર્ણય :સ્વચ્છ ભારત મિશન માટે પ્લાસ્ટિક,પોલીથીન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ બાદ આગામી 15મી ઓગસ્ટથી થર્મોકોલ અને બે ઓક્ટોબરથી તમામ ડિસ્પોઝેબલ પોલીબેગ્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાશે access_time 1:18 am IST

  • બિહારમાં દારૂબંધી મામલે નીતીશકુમારની સરકારનો યુ ટર્ન :મકાન જપ્તી અને ધરપકડ મુદ્દે મળશે રાહત :દારૂબંધી કાયદામાં સંશોધન બિલને કેબિનેટે આપી મંજૂરી :ચોમાસુ સત્રમાં વિધાનસભામાં રજૂ કરાશે :જ્યાં પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે ;સંશોધનમાં સામુહિક દંડની જોગવાઈને પણ રદ કારાઈ છે access_time 1:17 am IST