Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વિજય માલ્યા પાસે બ્રિટનમાં જે સંપત્તિ છે તેનાથી બેન્કની લોન વસુલી ન શકાયઃ કરોડો રૂપિયા વસુલવાનો આદેશ અપાયો છે પરંતુ કોઇને એ ખબર નથી કે વિજય માલ્યા પાસે કેટલી સંપત્તિ છે

નવી દિલ્હીઃ હાઇકોર્ટે 8 મેના રોજ બ્રિટિશ એનફોર્સમેંટ ઓફિસર્સને માલ્યાની સંપત્તિઓ જપ્ત કરવાઓ આદેશ આપ્યો હતો. આ આદેશથી 13 ભારતીય બેંક પોતાના લોનની વસૂલી કરી શકશે. પરંતુ વિજય માલ્યાએ ગત અઠવાડિયે કહ્યું હતું કે તેની પાસે કેટલીક કારો  અને ઘરેણા સિવાય બ્રિટનમાં ખાસ સંપત્તિ નથી. તેમણે કહ્યું હતું કે તેના ટેવિન એસ્ટેટ પર તેના બાળકોની માલિકીનો હક છે અને લંડન સ્થિત તેના ઘર પર તેની માતાનો હક છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયના અનુસાર 21 એપ્રિલ 2016ના રોજ માલ્યાએ ભારતની સુપ્રીમ કોર્ટમાં પોતાની વિદેશી સંપત્તિઓ વિશે સોગંધનામું આપીને જણાવ્યું હતું કે વિદેશમાં 11.4 કરોડ ડોલર એટલે કે 782 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં કેસ સંપત્તિ નથી પરંતુ 5.25 મિલિયન ડોલર એટલે કે 36 કરોડ રૂપિયાના 'ઇન્વેસ્ટમેંટ એન્ડ કેશ ઇક્વિવેલેંટ' સામેલ છે. જોકે સોગંધનામામાં તેની અમેરિકામાં રહેતી પત્ની રેખા અને તેના બાળકોની સંપત્તિ સામેલ નથી.

વિજય માલ્યાએ ફેબ્રુઆરી 2016માં ડિયાજિઓ દ્વારા મળેલા 40 મિલિયન ડોલર (લગભગ 275 કરોડ રૂપિયા) પોતાની પત્ની રેખાને ટ્રાંસફર કર્યા હતા. એપ્રિલમાં બેંકોએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે વિજય માલ્યાએ ડિસેમ્બર 2017ના એક સોગંધનામાં કહ્યું હતું કે તે ઇગ્લેંડની જે 3 પ્રોપર્ટીઝમાં રહે છે, તેમાં તેનો માલિકી હક નથી. 

બેંકે ખુલાસો કર્યો હતો કે બ્રિટનમાં માલ્યાના ત્રણ મકાન તેના ફેમિલી ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. જે તેણે કંપનીઓ દ્વારા લીધા છે. લંડન સ્થિત તેનું આલીશાન ઘર 18/19 કોર્નવોલ ટેરસની કિંમત લગભગ એક કરોડ પાઉંડથી વધુ છે. તેના પર માલિકી હક બ્રિટીશ વર્જિન આઇસલેંડની આરસીવીનો છે. આરસીવી પર ગ્લૈડકો પ્રોપર્ટીઝ ઇંકનો હક છે અને ગ્લૈડકો પ્રોપર્ટીઝ ઇંકની માલિક એડમિનિસ્ટ્રેશન સર્વિસેઝ લિમિટેડ નામની કંપની છે, જે માલ્યાના ફેમિલી ટ્રસ્ટ સિલેટા ટ્રસ્ટની ટ્રસ્ટી છે.

માલ્યના હર્ટફોર્ડશાયરનું ટેવિન, લેડીવોક અને બ્રૈમ્બલ લોજ પણ તેના ફેમિલી ટ્રસ્ટ સાથે જોડાયેલું છે. જેની અંદાજિત કિંમત 1.5 કરોડ પાઉંડ છે. હાઇકોર્ટે માલ્યાના બ્રિટન સ્થિત કોઇપણ ઘરને કબજે કરવાની પરવાનગી થઇ નથી. ફક્ત ઘરો સાથે જોડાયેલા સામનને જપ્ત કરવાની પરવાનગી છે. કારણ કે તેના બધા ઘર તેના નામ પર રજિસ્ટર્ડ નથી. ફેમિલી ટ્રસ્ટના નામે સંપત્તિ હોવાનો માલ્યાને ફાયદો પહોંચી શકે છે. જ્યાં સુધી તેની સંપત્તિઓ ટ્રસ્ટના નામે રહેશે, ત્યાં સુધી તેની જપ્તી ખૂબ મુશ્કેલ છે.

(5:53 pm IST)