News of Thursday, 12th July 2018

દિલ્હીના બુરાડીમાં ૧૧ લોકોનો સામુહિક આપઘાત કેસઃ ધનતેરસ આવીને ચાલી ગઇ, કોઇની જુની ભુલના કારણે કંઇક પ્રાપ્તિથી દૂર રહ્યા, આવનારી દિવાળી નહીં મનાવી શકો, ચેતવણીને નજરઅંદાજ કરવાની જગ્‍યાએ તેના ઉપર ધ્યાન આપ્યા કરોઃ લલિતના પરિવારનો કોઇની ભુલનો ઉલ્લેખઃ પોલીસને ભાટીયા પરિવાર કોઇ દાઢીવાળા તાંત્રિક બાબાના સંપર્કમાં હોવાનું તારણઃ ચિઠ્ઠી ક્યાંથી આવી અને કોણે મોકલી તે તરફ તપાસનો ધમધમાટ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ભાટીયા પરિવારના ૧૧ સભ્યોએ સામુહિક આપઘાત કરી લીધા બાદ આ પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં કોઇ દાઢીવાળા તાંત્રિક તરફ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિલ્હીના બુરાડીમાં 11 લોકોના મોતના મામલમાં 10ની ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચૂકી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, ભાટિયા પરિવારના બધા 10 સભ્યોની મોત ફંદા પર લટકવાથી તઈ છે. તેમના શરીર પણ ક્યાંય પણ ઈજાના નિશાન નથી. જ્યારે પરિવારના 11માં અને સૌથી બૂઝૂર્ગ સભ્યની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી નથી.

બુરાડી કેસમાં પ્રતિદિવસે નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસે ઘરથી અત્યાર સુધી 20થી વધારે રજિસ્ટર જપ્ત કર્યાં છે, જેમાં પરિવારના સૌથી નાના પુત્ર લલિત ભાટિયાની હેન્ડ નોટ્સ છે. એક રજિસ્ટરમાં 'ભટકતી આત્મા'નો ઉલ્લેખ છે. સાથે જ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, પરિવાર આવનાર દિવાળી જોઈ શકશે નહી.

પોલીસના એક સીનિય અધિકારીએ જણાવ્યું કે, લલિત ભાટિયાના શરીરમાં કથિત રીતે તેના પિતાની આત્મા આવતી હતી. તે પછી તે પોતાના પિતાની જેમ જ વર્તણૂક કરતો હતો.

રજિસ્ટરમાં 11 નવેમ્બર, 2017ની તારીખે લલિતના પરિવારે 'કંઈક મેળવવામાં' નિષ્ફળ રહેવા માટે 'કોઈની ભૂલનો' ઉલ્લેખ કર્યો છે. તેમા કહેવામાં આવ્યું છે, 'ધનતેરસ આવીને ચાલી ગઈ. કોઈની જૂની ભૂલના કારણે કંઈક પ્રાપ્તિથી દૂર રહો. આવનાર દિવાળી નહી મનાવી શકો. ચેતવણીને નજર અંદાજ કરવાની જગ્યાએ તેના પર ધ્યાન આપ્યા કરો.'

સુત્રોના અનુસાર પોલીસને આ મામલામાં એક અજ્ઞાત ચિઠ્ઠી મળી છે. આ ચિઠ્ઠીમાં તે દાવો કરવાામાં આવ્યો છે કે ભાટિયા પરિવાર કોઈ દાઢીવાળા તાંત્રિક બાબાના સંપર્કમાં હતો. જો કે, આ ચિઠ્ઠી ક્યાંથી આવી છે અને કોને મોકલી છે તે વિશે ખબર પડી શકી નથી.

30 જૂન 2018ની અંતિમ એન્ટ્રી તે ઘટનાનું રહસ્ય ઉજાગર કરે છે. ડાયરીમાં અંતિમ એન્ટ્રીમાં એક પેજ પર લખ્યું છે 'ઘરનો રસ્તો. 9 લોકો જાળમાં, બેબી (વિધવા બહેન) મંદિર પાસે સ્ટૂલ પર, 10 વાગે જમવાનો ઓર્ડર, માં રોટી ખવડાવશે, એક વાગે ક્રિયા, શનિવાર-રવિવાર રાતના વચ્ચે થશે, મોઢામાં લીલા કપડાનો ડૂચો હશે, હાથ બાંધેલા હશે.' આમાં અંતિમ પંક્તિ છે- 'કપમાં પાણી તૈયાર રાખવું, તેનો રંગ બદલાશે, હું પ્રક્ટ થઈશ અને બધાને બચાવીશ.'

જણાવી દઈએ કે, 1 જૂનની સવારે બુરાડીના સંત નગર વિસ્તારના 2 નંબર ગલીમાં એક મકાનમાં 11 લોકોના શબ મળી આવ્યા હતા. આમાંથી 10 મૃતદેહ ફંદાથી લટકેલ હાલતમાં હતા જ્યારે એક મહિલાનું મતૃદેહ જમીન પર પડ્યો હતો.

(5:46 pm IST)
  • જેતપુર શહેર તાલુકામાં જોરદાર વરસાદ : દેવકી ગાલોલ શીટના ગામોમાં 9 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો : સર્વત્ર પાણી પાણી access_time 8:53 pm IST

  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST