Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વેરાવળનો દરીયો ગાંડોતૂરઃ ભયાનક મોજા ઉછળે છે...!!

રાજકોટ : વાયુ વાવાઝોડુ વેરાવળથી ર૮૦ કી. મી. દુર કેન્દ્રિત છે, અને તેની ભયાનક અસર સંદર્ભે વેરાવળનો દરિયો ગાંડોતૂર બન્યો છે, બપોરે ૧ર વાગ્યે લેવાયેલ આ તસ્વીર ઘણુ કહી જાય છે, ૮ થી ૧૦ ફુટના ભયાનક મોજા ઉછળી રહ્યા છે. તમામ બોટ પરત ફરી છે, દરિયાના મરજીવાઓ દ્વારા પોતાની બોટ સલામત સ્થળે ખસેડવા થતી કાર્યવાહી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:39 pm IST)