Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કર્મચારીઓને ફાયદો પહોંચાડવા માટે નવો કાયદો લાવવાની તૈયારી

ચાર લેબર લોને જમીની સ્તર પર તૈયાર કરાશે

નવી દિલ્હી, તા.૧૨: કર્મચારીઓને ફાયદો પહોંચાડવા માટે સરકાર જે ચાર લેબર લો ને જમીની સ્તર પર લાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમાં પહેલુ છે કોડ ઓન વેજેજ. આ બિલ કેન્દ્રને દરેક સેકટરો માટે ન્યુનતમ મજૂરી નક્કી કરવાનો અધિકાર આપે છે. આ ન્યુનતમ મજૂરીનું પાલન રાજયોને પણ કરવું પડશે.

ઙ્ગ બીજું બિલ છે સોશ્યિલ સિકયોરિટી કોડ જેના હેઠળ સરકારે રિટાયરમેન્ટ, સ્વાસ્થ્ય, ડીસેબીલીટી, બેરોજગારીના ક્ષેત્રો ઉપરાંત મેટરનિટી સાથે જોડાયેલા મામલામાં એક મોટી વ્યવસ્થાનો પ્રસ્તાવ કર્યો છે. ત્રીજું અને મહત્વનું બિલ છે ઓકયુપેશનલ, સેફટી, હેલ્થ અને વર્કિંગ કંડિશન્સ કોડ. તેમાં વર્કપ્લેસ પર એવી વસ્તુ અથવા સ્થિતિ નહીં હોવા દેવાની વાત છે જેનાથી લોકો દ્યાયલ અથવા બીમાર હોય શકે છે. કોડમાં એ જરૂરી કરવાની વાત કહેવામાં આવી છે કે ઓછા માં ઓછી ૧૦ કર્મચારીઓવાળી યુનિટ્સને દરેક કર્મચારી ને એપોઇમેન્ટ લેટર આપવો પડશે. ચોથો કાયદો છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ. તેના પર વિચાર ચાલી રહ્યો છે. તેમાં કેટલીક એવી જોગવાઈ છે જેના પર ટ્રેડ યુનિયન સહમત નથી.

(1:16 pm IST)