Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ઓડીશાના શિક્ષકના બધા ૧૪ વિદ્યાર્થીઓએ પાસ કરી એનઇઇટી પરીક્ષા : પહેલા વેંચતા હતા ચા

ઓડીશામાં ચા વિક્રેતાથી શિક્ષક બનેલ અજય બહાદુરસિંહના બધા ૧૪ વિદ્યાર્થીઓએ મેડીકલ પ્રવેશ પરીક્ષા એનઇઇટી પાસ કરી છે. સિંહએ કહ્યું હુ  હંમેશા ડોકટર બનવા માગતો હતો. પણ પિતાની કિડની ખરાબ હોવાને કારણે મારો અભ્યાસ પ્રભાવિત થયો. એમણે ર૦૧૭ મા વિદ્યાર્થીઓને ડોકટર બનવામા મદદ કરવા માટે જિંદગી ફાઉન્ડેશન શરૂ કર્યુ હતુ.

(12:00 am IST)
  • કોંગ્રેસના કાર્યકરોને ખડેપગે રહેવા માટે રાહુલ ગાંધીની હાકલ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યુ છે કે 'વાયુ' વાવાઝોડુ ગુજરાતના કિનારે પહોંચી રહ્યુ છે ત્યારે ગુજરાતના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરૂ છું કે વાવાઝોડાના રસ્તામાં આવતા તમામ વિસ્તારોમાં અસરગ્રસ્તોની મદદ માટે તૈયાર રહેજો : વાવાઝોડાથી અસર પહોંચનાર વિસ્તારોના તમામ લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરૂ છું access_time 5:52 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • વાયુ વાવાઝોડાના પગલે રાજયના એસટી નિગમ દ્વારા ૨૭૧ ત્રિપો મારફત ૧૦,૪૧૯ જેટલા પ્રવાસીઓને પોતાના વતન અમદાવાદ - વડોદરા - સુરત - રાજકોટ - અમરેલી - ભાવનગર - હિંમતનગર - મહેસાણા સહિતના સ્થળોએ સલામત રીતે પહોંચાડવામાં આવ્યા access_time 6:52 pm IST