Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

હવે ટ્રેનો લેટ થવાની સ્થિતિમાં યાત્રીઓને ભોજન મળી શકશે

વિમાની યાત્રીઓની જેમ જ સુવિધા અપાશે : ટ્રેનો મોડેથી દોડવાને લઇને લોકોની વ્યાપક ફરિયાદો

લખનૌ, તા. ૧૨ : દેશભરમાં ટ્રેનો મોડેથી દોડવાને લઇને સામાન્ય યાત્રીઓની વ્યાપક ફરિયાદ રહે છે. આવી સ્થિતિમાં રેલવે મંત્રી પીયુષ ગોયેલે હવે વિમાનોની જેમ જ ટ્રેનો લેટ પડવાની સ્થિતિમાં નવી સુવિધા આપવા પર વિચારણા કરી રહી છે જેના ભાગરુપે યાત્રીઓને ટ્રેન લેટ થવાની સ્થિતિમાં ભોજન આપવાની સુવિધા કરવામાં આવશે. આ સંદર્ભમાં ટૂંકમાં જ નિર્દેશો જારી કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય રેલવેમંત્રી પીયુષ ગોયેલે કહ્યું છે કે, વિમાનોની જેમ જ મહત્વપૂર્ણ ટ્રેનો લેટ થાય છે તો યાત્રીઓને સુવિધા આપવામાં આવશે. દેશભરમાં ટ્રેન લેટ થવાને લઇને સામાન્ય લોકો વારંવાર ફરિયાદ કરતા રહે છે. પીયુષ ગોયેલે એમ પણ કહ્યું છે કે, જો શક્ય બનશે તો રેલવે પણ વિમાની યાત્રીઓની જેમ જ ટ્રેન લેટ થવાની સ્થિતિમાં યાત્રીઓને ખાવા-પીવાની સુવિધા કરી શકશે. જો કે, સીધીરીતે જાહેરાત કરવાના બદલે આ યોજના ઉપર અધિકારીઓને કામ કરવા માટે સૂચના આપી છે. રેલવેમંત્રી પીયુષ ગોયેલે વિડિયો કોન્ફરન્સિંગ દરમિયાન ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ટૂંક સમયમાં જ ચારબાર સ્ટેશન અને લખનૌ જંકશનના કાયાકલ્પ ઉપર કામ શરૂ કરશે. ત્યારબાદ લખનૌના લોકોને સ્ટેશન પર ઉચ્ચસ્તરીય સુવિધા મળશે. તેમણે કહ્યું હતું કે, લખનૌમાં અનેક રાજ્યોની ટ્રેનોના આઉટરો પર કલાકો સુધી રહેવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગોયેલે કહ્યું હતું કે, લખનૌ જ નહીં બલ્કે સમગ્ર દેશમાં મોટાપાયે સ્ટેશનોને વિકસિત કરવામાં આવી રહ્યા છે. મુખ્ય સ્ટેશનોને નવા ઓપ આપવામાં આવી રહ્યા છે.

(9:33 pm IST)