Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ભૈયુજી અંગે રોચક વાતો...

મોડલિંગ છોડીને આધ્યાત્મમાં પ્રવેશ્યા હતા

            ઇન્દોર, તા. ૧૨ : જાણિતા આધ્યાત્મિક ગુરુ  અને સામાજિક કાર્યકર ભૈયુજી મહારાજે આજે પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ભૈયુજી મહારાજે આપઘાત કેમ કર્યો તેને લઇને પ્રશ્નોની શરૂઆત થઇ ગઈ હતી. ભૈયુજીએ પોતે પોતાના માથામાં ગોળી મારી લીધી હતી. ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઇને એક નોંધ પણ મળી આવી છે જેમાં જાણવા મળ્યું છે કે તેઓ ખુબ ટેન્શનમાં દેખાઈ રહ્યા હતા જેના કારણે તેઓએ આપઘાત કરી લીધો હતો. ભૈયુજીના સંદર્ભમાં રોચક બાબતો નીચે મુજબ છે.

*          ભૈયુજી મહારાજ મોડલ તરીકે રહી ચુક્યા છે. મોડલિંગની કેરિયર છોડીને તેઓ આધ્યાત્મના રસ્તા પર આગળ વધ્યા હતા. સિયારામ શૂટિંગમાં મોડલ તરીકે હતા

*          બીજા આધ્યાત્મિક ગુરુ કરતા તેઓ અલગ ગુરુ હતા. તેઓ કેટલીક વખત ખેતીનું કામ કરતા નજરે પડતા હતા જ્યારે કેટલીક વખત ક્રિકેટ રમતા નજરે પડતા હતા. ઘોડેસવારી અને તલવારબાજીમાં ખુબ કુશળ હતા

*          ૨૯મી એપ્રિલ ૧૯૬૮માં મધ્યપ્રદેશના સાજાપુર જિલ્લાના સુજાલપુરમાં ભૈયુજીના પ્રસંશકોની વચ્ચે ધારણા છે કે તેમને ભગવાન દત્તાત્રેયનો આશીર્વાદ મળ્યો હતો. મહારાષ્ટ્રમાં તેમને સંતનો દરજ્જો મળ્યો હતો. તેઓ સૂર્યની ઉપાસના કરતા હતા. કલાકો સુધી જળ સમાધિ કરવામાં તેમનો અનુભવ હતો

*          ભૈયુજી મહારાજના સસરા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. કેન્દ્રીયમંત્રી વિલાસરાવ દેશમુખ સાથે તેમના નજીકના સંબંધ હતા. મહારાષ્ટ્રના સંકટ મોચક તરીકે તેઓ હતા

*          ભૈયુજી મહારાજ ગ્લોબલ વોર્મિંગથી ચિંતિત હતા જેથી ગુરુ દક્ષિણીના નામે એક વૃક્ષ લગાવવા માટે કહેતા હતા. ૧૮ લાખ વૃક્ષો તેમણે લગાવ્યા હતા. આદિવાસી જિલ્લા દેવાસ અને ધારમાં ૧૦૦૦ તળાવ ખોદાવ્યા હતા. નારિયેલ, ફુલમાળા પણ સ્વીકાર કરતા હતા

(7:40 pm IST)