Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સવા ત્રણ વર્ષમાં એકપણ કવેશ્ચન અવર્સમાં હાજર નહીઃ વિધાનસભામાં ઓછી હાજરી માટે કેજરીવાલ સામે કેસ : સુનાવણી

નવી દિલ્હી તા. ૧૨ : આમ આદમી પાર્ટીનાં બળવાખોર નેતા કપિલ મિશ્રાએ દિલ્હીનાં મુખ્યપ્રધાન શ્રી અરવિંદ કેજરીવાલ સામે દિલ્હી હાઈકોર્ટમાં કેસ કર્યો છે. દિલ્હી વિધાનસભામાં ઓછી હાજરી માટે કેજરીવાલને કોર્ટમાં ઘસડી જવાયા છે. આ કેસની વધુ સુનાવણી મંગળવારે હાથ ધરાય તેવી શકયતા છે. મિશ્રાની અરજીને હાઈકોર્ટમાં તત્કાળ દાખલ કરવામાં આવી છે.

મિશ્રાએ પત્રકારોને કહ્યું હતું કે વિધાનસભામાં કેજરીવાલની હાજરી ૧૦ ટકાથી પણ ઓછી છે. જે દિલ્હીનાં મતદાતાઓનાં અપમાન સમાન છે. તેઓ વિધાનસભામાં હાજર ન રહ્યા હોય તો તેમનું વેતન કાપી નાખવું જોઈએ. તેઓ સીલિંગ મુદ્દે અને દિલ્હીને પૂર્ણ રાજયનો દરજ્જો આપવાના મુદ્દે ચર્ચામાં વિધાનસભામાં હાજર ન હતા.

મિશ્રાએ એવા આક્ષેપો કર્યા છે કે કેજરીવાલ છેલ્લા ૪૦ મહિનામાં એકપણ વખત કવેૃન અવર્સમાં વિધાનસભામાં હાજર રહ્યા નથી. જે વાત એવો નિર્દેશ કરે છે કે તેઓ દિલ્હીનાં લોકોની સમસ્યાઓ ચર્ચવા કેટલા ગંભીર છે.

(2:41 pm IST)