Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

આરબીઆઇ દ્વારા ૬ બેંકોને પીસીઅે કેટેગરીમાં નાખવામાં આવે તેવી શક્યતાઃ કેન્‍દ્રીય નાણા મંત્રાલયની યોજનાઓને બ્રેક લાગી શકે છે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) હવે બેંકો વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવાનું આયોજન કરી રહી છે. RBI હવે 6 બીજી બેંકોને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) કેટેગરીમાં નાખી શકે છે. જો આમ થયું તો બેંકો પાસેથી લોન લેવામાં તકલીફ થશે કારણ કે આ કેટેગરીમાં આ્વ્યા પછી બેંકો લોન નહીં આપી શકે. આ બેંકોમાં દેશની બીજા નંબરની મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકનો પણ સમાવેશ થાય છે.  આરબીઆઇના આ નિર્ણયથી નાણા મંત્રાલયની એ યોજનાને પણ આંચકો લાગી શકે જેમાં નબળી બેંકોનું મજબૂત બેંકો સાથે મર્જર કરવાનું પ્લાનિંગ હતું. 

રિઝર્વ બેંકના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે PCA કેટેગરીમાં નાખનારી બેંકોમાં પીએનબી, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા તેમજ સિન્ડિકેટ બેંક જેવી મોટી બેંકના નામ શામેલ છે. જો આરબીઆઇ આવતા એક મહિનામાં બેંકોને પીસીએ કેટેગરીમાં નાખશો તો આવી બેંકોની કુલ સંખ્યા 17 સુધી પહોંચી જશે. ગયા મહિને આરબીઆઇએ અલ્હાબાદ બેંકને આ કેટેગરીમાં નાખી છે અને બેંકને રેટિંગ વગરની હાઇ રિસ્ક કેટેગરીની લોન ન આપવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે. દેના બેંકને પણ નવી લોન ન આપવાની સૂચના આપી દેવામાં આવી છે. 

નાણા મંત્રાલયના એક મોટા અધિકારીએ માહિતી આપી છે કે આ 6 બેંકોનું પ્રદર્શન તમામ માપદંડો પણ ખરાબ નથી એટલે આરબીઆઇ કેટલીક બેંકોને રાહત આપે એવી પણ શક્યતા છે. જો આવું થશે તો સરકારની મર્જરની યોજના શક્ય બની શકે છે. આરબીઆઇ ભલે બેંકોને રાહત આપે પણ આ સાથે તેમને લોન આપવા પર અમુક નિયમો લાદવા પડશે. આ સાથે જ જરૂર પડશે તો રિઝર્વ બેંક ઓડિટ અને રિસ્ટ્રક્ચરિંગનો પણ આદેશ આપી શકે છે. 

(12:00 am IST)