Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ અમલ નાણાંવટીને ''ફુલબ્રાઇટ એવોર્ડ'' : મનુષ્ય તથા રોબોટ વચ્ચેનો નાતો વિષય ઉપર સંશોધન કરશે

ન્યુયોર્ક : અમેરિકાની કાર્નેગી મેલ્લોન યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ તથા ગ્લોબલ સ્ટડીઝનો અભ્યાસ કરતા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ અમલ નાણાંવટીને ફુલબ્રાઇટ એવોર્ડ એનાયત થયો છે. ઉપરાંત નવા શરૂ થયેલા K એન્ડ L ગેટસ પ્રાઇઝ માટે પણ તેની પસંદગી થઇ છે.

ફુલબ્રાઇટ એવોર્ડ યુ.એસ. સ્ટેટ ડીપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે જે માટે પસંદ થયેલા સ્ટુડન્ટસ જુદા જુદા ૧૪૦ દેશોમા અભ્યાસ તથા સંશોધન ક્ષેત્રે આગળ વધી શકે તેવી સગવડ આપવામાં આવે છે. અમલ મનુષ્ય તથા રોબોટ વચ્ચેના સંબંધો અંગે સંશોધન કરવા માંગે છે.

જ્યારે સૌપ્રથમવાર શરૂ થયેલા K એન્ડ L પ્રાઇઝ અંતર્ગત અમલને પાંચ હજાર ડોલર અપાયા છે. જે આચાર સહિતા તથા ટેકનોલોજી ક્ષેત્રે વાપરશે.

(1:05 pm IST)