Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ઇઝરાયલ અને હમાસ વચ્ચે વકરતી હિંસા :અંધાધૂંધ ગોળીબાર : રોકેટ હુમલા : યુદ્ધની આશંકા : વિશ્વભરમાં ચિંતા

પેલેસ્ટાઇની ચરમપંથીઓએ એક હજારથી વધારે રૉકેટ છોડ્યાં: ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા કર્યા:ગાઝાના બે ટાવર બ્લૉક ધ્વસ્ત: તેલ અવીવની નજીક લૉડ શહેરમાં કટોકટી લાગુ

જેરુસલેમ  :ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇની ચરમપંથીઓ અને ઇઝરાયલની સેના વચ્ચે ગોળીબાર અને રૉકેટ હુમલાઓમાં તેજી આવી છે અને સંયુક્ત રાષ્ટ્રે ભય વ્યક્ત કર્યો છે કે ક્યાંક આ હિંસા યુદ્ધમાં તબદીલ ન થઈ જાય.

ઇઝરાયલનું કહેવું છે કે પાછલા 38 કલાકમાં પેલેસ્ટાઇની ચરમપંથીઓએ એક હજારથી વધારે રૉકેટ છોડ્યાં છે. આમાંથી મોટાં ભાગના તેલ અવીવ પર છોડવામાં આવ્યા છે.

મંગળવારે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા કર્યા અને આ હુમલામાં ગાઝાના બે ટાવર બ્લૉક ધ્વસ્ત થઈ ગયા

આ હુમલાઓ વચ્ચે અનેક ઇઝરાયલી શહેરોમાં ઇઝરાયેલી આરબોએ હિંસક પ્રદર્શન કર્યું છે. તેલ અવીવની નજીક લૉડ શહેરમાં કટોકટી લાગુ કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટરેસે કહ્યું છે કે તેઓ હિંસાને લઈને ખૂબ ચિંચિત છે.

ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે સોમવારે થયેલા હુમલામાં 43 પેલેસ્ટાઇનીઓનાં મૃત્યુ થયાં છે જેમાં 13 બાળકો છે. આ સિવાય છ ઇઝરાયલીઓ પણ મૃત્યુ પામ્યાં છે.

આ હુમલાઓની શરૂઆત જેરૂસલેમસ્થિત અલ-અક્સા મસ્જિદ પાસે થયેલી હિંસક અથડામણ બાદ થઈ હતી. અલ-અક્સ મસ્જિદને મુસલમાન અને યહૂદી બેઉ પવિત્ર સ્થળ માને છે.

ઇઝરાયલની સેનાનું કહેવું છે કે ગાઝાથી 1050 રૉકેટ અને મૉર્ટાર ગોળાઓ છોડવામાં આવ્યાં. આમાંથી 850 ઇઝરાયેલમાં પડ્યાં છે જ્યારે 200ને ઇઝરાયલની ડૉમ ઍર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા.

શહેરથી આવી રહેલા વીડિયો ફૂટેજમાં આકાશમાં મોટી સંખ્યામાં રૉકેટ દેખાય છે. આમાંથી અમુકને ઇઝરાયલની ઇન્ટરસેપ્ટર મિસાઇલોએ નષ્ટ કરી દીધાં.

તેલ અવીવ, એશકેલો, મોડિન અને દક્ષિણ બીરશેબા શહેર ધડાકાઓ અને ઍર સાયરનના અવાજથી આખી રાત ધણધણતાં રહ્યાં. અહીં ચરમપંથીઓએ ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમને છેતરવા અનેક રૉકેટ છોડ્યાં.

ગાઝા ટાવર તોડી પડાયા બાદ 130 મિસાઇલ ઇઝરાયલના શહેર તેલ અવીવ તરફ છોડવામાં આવી હતી.

પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓનું કહેવું છે કે ઇઝરાયલની ઍરસ્ટ્રાઇકમાં ગાઝા પટ્ટીનું ટાવર તૂટી પડ્યા બાદ જવાબમાં તેમણે 130 મિસાઇલ ઇઝરાયલના શહેર તેલ અવીવ તરફ છોડી હતી.

જે બાદ ઇઝરાયલના તેલ અવીવની પાસેના હિંસાગ્રસ્ત શહેરોમાં ઇમર્જન્સી લાદી દેવાઈ છે.

તેલ અવીવ પાસેનું લોડ શહેર તેમાંથી જ એક છે, અહીં અનેક કારોને આગ ચાપી દેવામાં આવી છે અને 12 લોકો ઈજાગ્રસ્ત છે. મેયરનું કહેવું છે કે શહેરમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.

ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેઓ ગાઝાના ઉગ્રવાદીઓને રૉકેટ હુમલો કરવા બદલ નિશાન બનાવી રહ્યા છે.

આ હિંસામાં અનેક લોકો માર્યા ગયા છે, જેને છેલ્લાં થોડાં વર્ષોની સૌથી ખરાબ સ્થિતિ માનવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય સમુદાયે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

આગ અને ધુમાડાના ગોટાથી ઢંકાયેલું ગાઝાનું આકાશઉગ્રવાદીઓ જેરૂસલેમ અને અન્ય વિસ્તારો તરફ સેંકડો રૉકેટ છોડી ચૂક્યા છે.

ઇઝરાયલના વિસ્તારોમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ઓછામાં ઓછા 28 પેલેસ્ટાઇનના લોકો ઇઝરાયલની ઍરસ્ટ્રાઇકમાં માર્યા ગયા છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અગાઉ કહ્યું હતું કે આટલાં વર્ષોમાં પહેલી વખત મુખ્ય ઉગ્રવાદી જૂથ હમાસે જેરૂસલેમ તરફ રૉકેટ છોડીને 'લાલ સીમા ઓળંગી' છે.

સામે તરફે હમાસનું કહેવું છે કે સોમવારે જેરૂસલેમમાં ઇઝરાયલી પોલીસ અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ અત-અક્સા મસ્જિદને ઇઝરાયલીઓથી બચાવવા માટે અમે આવું કર્યું છે, આ મસ્જિદ મુસ્લિમ અને યહૂદીઓ માટે પવિત્ર સ્થળ છે.

છેલ્લા થોડા દિવસથી જેરૂસલેમમાં જે પ્રકારની હિંસા થઈ છે, એવી સ્થિતિ વર્ષ 2017 બાદ કદાચ પહેલી વખત સર્જાઈ છે.

પૂર્વ જેરૂસલેમના પવિત્ર મનાતા હિલટોપ પરિસરમાં ઇઝરાયલી પોલીસ અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ શરૂ થઈ છે.

આ સ્થળ મુસ્લિમ અને યહૂદીઓ, એમ બંને માટે પવિત્ર છે. હમાસની માગ છે કે ઇઝરાયલ ત્યાંથી પોલીસ હઠાવી લે.

(12:02 am IST)