Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ડઝનએક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ ભારતને કોરોના સામેની લડતમાં મદદ કરવા અપીલ કરી: ભારતમાં પ્રતિ સેકન્ડે ચાર કોરોના કેસ સામે આવી રહ્યા છે*

સંખ્યાબંધ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો દ્વારા ટ્વિટર પર એક મિનિટની વીડિયો પોસ્ટમાં, (એલન બોર્ડર સહિતના ઘણા ટોચના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ) કહ્યું હતું કે ભારતની પરિસ્થિતિ હ્રદયદ્રાવક છે અને આ મુશ્કેલ સમયમાં આપણે બધાએ એક થવું પડશે.

    ૧૩ જેટલા ઓસ્ટ્રેલિયાના પુરુષો અને મહિલા ક્રિકેટરો કોરોના સામેની લડતમાં ભારતની મદદ માટે આગળ આવ્યા છે અને તેમના દેશના લોકોને યુનિસેફ દ્વારા ઓસ્ટ્રેલિયામાં દાન આપવા અપીલ કરી છે. 

એલન બોર્ડર ઉપરાંત પેટ કમિન્સ, બ્રેટ લી, એલેક્સ બ્લેકવેલ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, માઇક હસી, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુચેન, એલિસ પેરી, એલિસા હેલી, મેગ લેનિંગ અને રશેલ હેનેસ છે. આ  ક્રિકેટરોએ કહ્યું કે, ભારતમાં દર સેકંડે કોરોનાના ચાર નવા કેસ સામે આવી રહ્યા છે.  ત્યાં પૂરતો ઓક્સિજન નથી.  આ રોગચાળોનો આ સૌથી મુશ્કેલ સમય ભારત માટે છે.

(11:57 pm IST)
  • કેન્દ્ર સરકારને આડે હાથે લેતા, કોરોના રસીકરણ અંગે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે કેટલાક મહિના પહેલા વરિષ્ઠ નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કર્યું હોત, તો ઘણા જાણીતા વ્યક્તિઓ સહિત અનેક લોકોનો જીવ બચાવી શકાયો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે, જ્યારે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં અસમર્થ વરિષ્ઠ નાગરિકોના જીવનનો પ્રશ્ન છે, ત્યારે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમ કેમ શરૂ કરાયો નથી? access_time 9:42 pm IST

  • મહારાષ્ટ્ર - દિલ્હીમાં રસીની અછતઃ સેન્ટરોને લાગ્યા તાળા : મહારાષ્ટ્રબાદ હવે દિલ્હીએ પણ ભારત બાયોટેકની બનાવેલી 'કોવેકસીન'ની અછતનો દાવો કર્યો છે દિલ્હીના ઉપપ્રમુખ મંત્રી મનીષ સીસોદીયાએ કહયું કે પાટનગરમાં કોવેકસીનનો સ્ટોક પૂર્ણ થઇ ગયો છે. તેથી સેન્ટરને બંધ કરવા પડયા છે. તેઓએ કહયું કે ભારત બાયોટેકે જવાબ આપ્યો છે કે કેન્દ્રના આદેશોથી વિરૂધ્ધ જઇને વેકસીન ઉપલબ્ધ કરાવી શકાય નહી જો કે ભારત બાયોટેકે તે રાજયોની યાદી જાહેર કરી હતી. જેને તેઓએ કેન્દ્રના હસ્તક્ષેપ વગર સીધા વેકસીન સપ્લાય કરી રહ્યું છે. તેમાં દિલ્હીનું નામ પણ સામેલ છે. access_time 3:45 pm IST

  • કોરોનાથી રાજકોટ શહેરમાં આજે પણ થોડી રાહત અને ગ્રામ્ય વિસ્તારમાં આતંક આજે પણ યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 286 અને ગ્રામ્યના 335 કેસ સાથે કુલ 621 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:38 pm IST