Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મહારાષ્ટ્રમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 46781 નવા કેસ: 816 લોકોના મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 58805 લોકો સાજા થયા

મુંબઈ : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 46781 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે 816 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 58805 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 52,26,710 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તો 78,007 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 46,00,196 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.

મહારાષ્ટ્રમાં આ પહેલા મંગળવારે વાયરસના 40,956 નવા કેસ સામે આવ્યા અને 793 લોકોના મોત થયા હતા. રાજ્યમાં સોમવારે 37236 લોકો સંક્રમિત થયા અને 549 લોકોના મોત થયા હતા. રવિવારે પ્રદેશમાં 48401 નવા કેસ અને 572 મૃત્યુ નોંધાયા હતા.

(11:30 pm IST)